ઈઝરાયેલ અને હિઝબુલ્લા વચ્ચે લેબનોનમાં યુદ્ધવિરામ માટે સહમતિ સધાશે
લેબનોનમાં ટૂંક સમયમાં યુદ્ધવિરામ થશે. અમેરિકન અને ઇઝરાયેલના અધિકારીઓએ કહ્યું છે કે તેઓ હિઝબુલ્લા સાથેના યુદ્ધવિરામ કરાર માટે તૈયાર છે. આ અંગે આજે ઈઝરાયેલ કેબિનેટની બેઠક યોજાવાની છે. અમેરિકામાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જોન કિર્બીએ કહ્યું છે કે યુદ્ધવિરામ શક્ય બનશે.
ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે લેબનોનમાં ચાલી રહેલી લડાઈ ટૂંક સમયમાં બંધ થઈ શકે છે. ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુની સૈદ્ધાંતિક મંજૂરી પછી ઇઝરાયેલ કેબિનેટ મંગળવારે, 26 નવેમ્બરના રોજ યુદ્ધવિરામ કરાર પર મતદાન કરશે.
ઇઝરાયેલ લેબનોનમાં લગભગ બે મહિનાથી ભીષણ યુદ્ધ ચલાવી રહ્યું છે. લેબનોનમાં ઇઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં 3,700 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને લાખો લોકો બેઘર બન્યા છે.
ફર્સ્ટપોસ્ટના અહેવાલ મુજબ, અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરે તેવી સંભાવના છે. એવું માનવામાં આવે છે કે કેટલાક નાના મુદ્દાઓને બાદ કરતાં ડીલ ફાઈનલ થઈ ગઈ છે. હિઝબુલ્લાહ અને ઈઝરાયેલ પણ આ અંગે સહમત હોવાનો દાવો કરવામાં આવે છે.
અમેરિકાએ ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધવિરામ કરારની મધ્યસ્થી કરી છે. અમેરિકા દ્વારા કરવામાં આવી રહેલી આ સમજૂતીની શરૂઆત બે મહિનાના યુદ્ધવિરામથી થશે. આ સમય દરમિયાન, ઇઝરાયેલી દળો લેબનોનમાંથી પાછી ખેંચી લેશે અને હિઝબોલ્લાહ લિટાની નદીની દક્ષિણમાં તેની સશસ્ત્ર હાજરીનો અંત લાવશે, જે ઇઝરાયેલની સરહદથી લગભગ 18 માઇલ સ્થિત છે.
Read Also India-Canada Relations: Trudeau Faces Criticism in Canada, Even Iranian Journalist Questions Him