38°C
October 18, 2024
World

ભારતમાં વોન્ટેડ ઈસ્લામિક ઉપદેશક ઝાકિર નાઈક પાકિસ્તાન પહોંચ્યો

  • September 30, 2024
  • 1 min read
ભારતમાં વોન્ટેડ ઈસ્લામિક ઉપદેશક ઝાકિર નાઈક પાકિસ્તાન પહોંચ્યો

આજે સોમવારે પાકિસ્તાનના ઈસ્લામાબાદ એરપોર્ટ પર ભારતમાં વોન્ટેડ ઈસ્લામિક ઉપદેશક ઝાકિર નાઈક સ્પોટ થયો હતો. પાકિસ્તાનના ધાર્મિક બાબતોના મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. કહેવાય છે કે પાકિસ્તાન વડાપ્રધાન શાહબાઝ શરીફે આમંત્રણ આપીને ઝાકિર નાઈકને પોતાના દેશમાં બોલાવ્યો છે.

ભાગેડુ ઈસ્લામિક ઉપદેશક ઝાકિર નાઈક સોમવારે પાકિસ્તાન પહોંચી ગયો હતો. ઈસ્લામાબાદ એરપોર્ટ પર ઝાકિર નાઈકના સ્વાગત માટે પાકિસ્તાનના ધાર્મિક મંત્રાલયના અધિકારીઓ હાજર રહ્યા હતા. શાહબાઝ શરીફ સરકારના આમંત્રણ પર ઝાકિર નાઈક પાકિસ્તાન પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે ઝાકિર નાઈક ભારતમાં વોન્ટેડ છે.  

પાકિસ્તાનના વજીરે આઝમ શાહબાઝ શરીફના આમંત્રણ પર ઝાકિર નાઈક પાકિસ્તાન પહોંચ્યો છે. પોતાના પાકિસ્તાન પ્રવાસ દરમિયાન ઝાકિર કરાચી, લાહોર અને ઈસ્લામાબાદમાં ધાર્મિક પ્રવચનો આપશે.

ભારતનો વોન્ટેડ ઈસ્લામિક ઉપદેશક ઝાકિર નાઈક પાકિસ્તાન પહોંચી ગયો છે. ઝાકિર નાઈકની આ પાકિસ્તાન મુલાકાત 20 ઓક્ટોબરે રાજધાની ઈસ્લામાબાદમાં પ્રવચન સાથે સમાપ્ત થશે.  નાઈકનું પહેલું લેક્ચર 5 ઓક્ટોબરે કરાચીમાં યોજાશે. આ વ્યાખ્યાન જિન્નાહની કબરની સામે આવેલા બાગ-એ-કાયદમાં આયોજિત થવાનું છે. આ પછી લાહોર અને ઈસ્લામાબાદમાં ઝાકિર નાઈકના લેક્ચરનું આયોજન કરવામાં આવશે.

Read Also Pakistani Defense Minister’s Provocative Statement Amid Kashmir Elections

About Author

Hardik

Hardik Prajapati is an esteemed author at Justnownews, known for his insightful and engaging writing on current events and emerging trends. With a keen eye for detail and a passion for uncovering the nuances behind the headlines, Hardik brings a fresh perspective to his articles, making complex topics accessible and interesting to readers. His work often reflects a commitment to in-depth analysis and thoughtful commentary, ensuring that his audience stays well-informed and engaged with the latest news developments.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *