Justnownews

ઈરાનનો ઈઝરાયેલને જડબાતોડ જવાબ, ફતેહ-૧ મિસાઈલથી કર્યો ઘાતક હુમલો

ઈરાન તરફથી ઈઝરાયેલ પર સેંકડો મિસાઈલોનો વરસાદ કરવામાં આવ્યો હતો. જેમાં ફતેહ-૧ મિસાઈલ પણ સામેલ છે. જેના કારણે આખા ઈઝરાયેલમાં સાયરન વાગવા લાગ્યા અને નાગરિકોને બંકરમાં શરણ માટેના આદેશ અપાયા.

ઈઝરાયેલને ઈરાને જડબાતોડ જવાબ આપ્યો છે. ઈરાને તેની સૌથી ઘાતક એવી ફતેહ-૧ મિસાઈલથી ઈઝરાયેલને તહસનહસ કરી નાંખ્યું. ઈઝરાયેલમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો. નાગરિકોને બંકરમાં શરણ લેવાની ફરજ પડી.

ઈઝરાયેલ પર મિસાઈલ હુમલા બાદ ઈરાનની રાજધાની તેહરાનમાં સેંકડો લોકોએ ઉજવણી કરી હતી. લોકોએ હિઝબુલ્લાના નેતા નસરાલ્લાહની તસવીર પકડીને ઈઝરાયેલ વિરોધી નારા પણ લગાવ્યા હતા. કેટલાક લોકો બ્રિટિશ એમ્બેસીની બહાર પણ એકઠા થયા હતા અને ઈઝરાયેલ પરના હુમલાની ઉજવણી કરી હતી. લોકોએ કહ્યું કે ઈરાને ઈઝરાયેલને યોગ્ય જવાબ આપ્યો છે.

ઈરાની મીડિયા મેહર ન્યૂઝ અનુસાર ઈરાને ઈઝરાયેલ પર હુમલો કરવા માટે ફતેહ-1 હાઈપરસોનિક મિસાઈલનો પ્રથમ વખત ઉપયોગ કર્યો હતો. ઈરાને ગયા વર્ષે આ હથિયારનું પરિક્ષણ કર્યુ હતું. ઈરાનનું કહેવું છે કે આ મિસાઈલ અવાજની ગતિથી 15 ગણી ઝડપે હુમલો કરી શકે છે. તેને ખાસ કરીને મિસાઈલ ડિફેન્સ સિસ્ટમને નષ્ટ કરવા માટે બનાવવામાં આવી છે.

Read Also Will Palestine’s Name Disappear? Netanyahu Shows Maps at UNGA Without Palestine

Exit mobile version