અવકાશમાં સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ કર્યો-ઈરાનનો દાવો
ઈરાને રિવોલ્યુશનરી ગાર્ડ દ્વારા બનાવવામાં આવેલા રોકેટનો ઉપયોગ કરીને તેના ચમરન-1 સંશોધન ઉપગ્રહને સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં લોન્ચ કર્યો હોવાનો દાવો કર્યો છે.
ઈરાને અવકાશ ક્ષેત્રે સફળતાનો એક દાવો કર્યો છે જેમાં તે જણાવે છે કે, અમારા અવકાશ વૈજ્ઞાનિકોએ એક સેટેલાઈટનું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યુ છે. ૬૦-કિલોનો ઉપગ્રહ ૫૫૦-કિમીની ભ્રમણકક્ષામાં પહોંચ્યો છે અને તેને સ્પેસ હાર્ડવેર અને સોફ્ટવેરની ચકાસણી કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે.
ઈરાનનું કહેવું છે કે, તેણે અર્ધલશ્કરી રિવોલ્યુશનરી ગાર્ડ દ્વારા બનાવવામાં આવેલા રોકેટ સાથે એક સંશોધન ઉપગ્રહ ભ્રમણકક્ષામાં મોકલ્યો છે. ચમરન-1 ઉપગ્રહનું વજન 60 કિલોગ્રામ છે અને તે અવકાશમાં 550 કિલોમીટરની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક પહોંચી ગયો છે.
IRNAએ જણાવ્યું હતું કે લેન્ડ સ્ટેશનોને સેટેલાઇટમાંથી સિગ્નલ પણ મળ્યા છે. જે અનુસાર સેટેલાઇટ-કેરિયર રોકેટ ઘેમ-100, ઘન ઇંધણનો ઉપયોગ કરી રહ્યું છે.
ઈરાને લાંબા સમયથી ભ્રમણકક્ષામાં ઉપગ્રહો મોકલવાનું આયોજન કર્યું હતું પરંતુ ઈબ્રાહિમ રાયસી મેના હેલિકોપ્ટર ક્રેશમાં મૃત્યુ પામ્યા બાદ હવે સુધારાવાદી પ્રમુખ મસૂદ પેઝેઝકિયનના શાસનમાં આ પ્રથમ પ્રક્ષેપણ શક્ય બન્યું છે.