ભારતે માલદિવ પ્રત્યે કુણું વલણ દાખવીને સતત બીજા વર્ષે 50 મિલિયન ડોલર્સનું બીજું રોલઓવર મંજૂર કર્યુ છે. પ્રથમ રોલઓવર મે મહિનામાં મંજૂર કરાયું હતું. આ રોલઓવરને લીધે માલદીવ સરકારને બજેટરી સપોર્ટ મળી રહ્યો છે. માલદીવના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન, અબ્દુલ્લા શાહિદે ભારતને મહત્વનું સાથી ગણાવી આભાર વ્યક્ત કર્યો છે.
ભારતે માલદીવ સરકારને સતત બીજા વર્ષે પણ 50 મિલિયન ડોલર્સનો બજેટરી સપોર્ટ આપવાનો નિર્ણય કર્યો છે.
માલદીવની સરકારની વિનંતીને માન આપીને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ માલદીવના નાણાં મંત્રાલય દ્વારા જારી કરાયેલ USD 50 મિલિયન સરકારી ટ્રેઝરી બિલ્સ (ટી-બિલ)ને વધુ એક વર્ષ માટે સબ્સ્ક્રાઇબ કર્યું છે.
મે 2024ની શરૂઆતમાં, એસબીઆઈએ માલદીવ સરકારની 50 મિલિયન ડોલર્સના ટી-બિલને સબ્સ્ક્રાઇબ કર્યુ હતું. આ સબ્સ્ક્રિપ્શન્સ સરકારની વિશેષ વિનંતી પર કરવામાં આવ્યું છે.