ભારતીય સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીને નેપાળમાં જનરલની માનદ પદવી એનાયત કરાઈ
ભારતીય સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીને નેપાળમાં જનરલની માનદ પદવી એનાયત કરવામાં આવી છે. નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે વડા પ્રધાન કેપી શર્મા ઓલી સહિત ઘણા મહાનુભાવોની હાજરીમાં જનરલ દ્વિવેદીને આ સન્માન આપ્યું છે. બંને દેશોમાં લાંબા સમયથી એકબીજાના સેના પ્રમુખોનું સન્માન કરવાની પ્રથા પ્રચલિત રહી છે.
નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે, 1950 થી દાયકાઓ જૂની પરંપરાને ચાલુ રાખતા રાષ્ટ્રપતિ ભવન (શીતલ ભવન) ખાતે આયોજિત એક વિશેષ સમારોહમાં ભારતીય સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીને નેપાળ આર્મીના જનરલ માનદ પદવીથી સન્માનિત કર્યા. પાંચ સભ્યોના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલા જનરલ દ્વિવેદી બુધવારે તેમના નેપાળના સમકક્ષ જનરલ અશોક સિગડેલના આમંત્રણ પર ૫ દિવસની સત્તાવાર મુલાકાતે અહીં પહોંચ્યા હતા.
આ અવસરે રાષ્ટ્રપતિએ જનરલ દ્વિવેદીને તલવાર, ચિહ્ન અને ઓનર ઓર્ડરનું પ્રમાણપત્ર અર્પણ કર્યું છે. વડાપ્રધાન કે.પી. શર્મા ઓલી સહિત વિવિધ મહાનુભાવો વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. નેપાળ આર્મીના સૂત્રોએ જણાવ્યું કે 1950થી ભારત અને નેપાળની સેનાઓ વચ્ચે ચાલી રહેલા સંબંધોના ભાગ રૂપે, એકબીજાના સેના પ્રમુખોને જનરલનું માનદ પદવી આપવાની પરંપરા રહી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે અગાઉના દિવસે, જનરલ દ્વિવેદી અહીં નેપાળના આર્મી હેડક્વાર્ટર ખાતે જનરલ સિગડેલને મળ્યા હતા અને બંને સેનાઓ વચ્ચે સહકાર સંબંધિત બાબતો પર ચર્ચા કરી હતી. ભારતીય દૂતાવાસના સૂત્રોએ જણાવ્યું કે બંને સૈન્ય ઉચ્ચ અધિકારીઓએ નેપાળ અને ભારત વચ્ચેના સૈન્ય દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવા અંગે ચર્ચા કરી.
Read Also India-Canada Relations: Trudeau Faces Criticism in Canada, Even Iranian Journalist Questions Him