ભારતે આર્મેનિયાને આપી આકાશ મિસાઈલ સિસ્ટમ, ભારતમાંથી નિકાસ થનારી આ બીજી મિસાઈલ સિસ્ટમ
ભારતે સંરક્ષણ નિકાસમાં મોટી સફળતા હાંસલ કરીને આર્મેનિયાને પ્રથમ આકાશ વેપન સિસ્ટમ બેટરી મોકલી છે. સંરક્ષણ મંત્રાલયના સંરક્ષણ ઉત્પાદન સચિવ સંજીવ કુમારે આર્મેનિયા માટે બેટરીને ફ્લેગ ઓફ કરી હતી. ભારતમાંથી નિકાસ થનારી આ બીજી મિસાઈલ સિસ્ટમ છે.
ભારત સરકારે ડિસેમ્બર 2020માં આકાશ મિસાઈલ સિસ્ટમની નિકાસને મંજૂરી આપી છે. 2022 માં, આર્મેનિયાએ ભારત સાથે 6,000 કરોડ રૂપિયાના ખર્ચે 15 આકાશ મિસાઇલ સિસ્ટમ ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ મિસાઇલ સિસ્ટમ ખરીદનાર આર્મેનિયા પહેલો વિદેશી દેશ છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહના જણાવ્યા અનુસાર આ મિસાઈલ સિસ્ટમમાં 96 ટકા સ્વદેશી ઘટકો છે. તેને 2014માં ભારતીય વાયુસેનામાં અને 2015માં ભારતીય સેનામાં સામેલ કરવામાં આવ્યું હતું.
આર્મેનિયાને હથિયારોની સપ્લાય માટે ભારત એક મોટો આધાર બની રહ્યું છે. 2022 માં, ભારતે આર્મેનિયાને $250 મિલિયનના મૂલ્યના મલ્ટી-બેરલ રોકેટ લોન્ચર્સ, ટેન્ક વિરોધી શસ્ત્રો અને યુદ્ધસામગ્રી આપ્યા. ગયા વર્ષે પણ આર્મેનિયાએ ભારત સાથે એન્ટી ડ્રોન સિસ્ટમ માટે કરાર કર્યો છે.
ભારતે સંરક્ષણ નિકાસમાં મોટી સફળતા હાંસલ કરીને આર્મેનિયાને પ્રથમ આકાશ વેપન સિસ્ટમ બેટરી મોકલી છે. સંરક્ષણ મંત્રાલયના સંરક્ષણ ઉત્પાદન સચિવ સંજીવ કુમારે આર્મેનિયા માટે બેટરીને ફ્લેગ ઓફ કરી હતી. ભારતમાંથી નિકાસ થનારી આ બીજી મિસાઈલ સિસ્ટમ છે.
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) દ્વારા વિકસિત આકાશ એ સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ સિસ્ટમ (SAM) છે. આકાશ 25 કિમીની રેન્જ સુધીના ફાઈટર પ્લેન, મિસાઈલ, ડ્રોન અને અન્ય હવાઈ લક્ષ્યોને નિશાન બનાવી શકે છે. ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) ખાતે ઉત્પાદિત આકાશ શસ્ત્ર પ્રણાલીની બેટરીમાં રાજેન્દ્ર 3D પેસિવ ઈલેક્ટ્રોનિકલી સ્કેન કરેલ એરે રડાર અને ત્રણ મિસાઈલ સાથેના ચાર લોન્ચર્સનો સમાવેશ થાય છે, જે બધા એકબીજા સાથે જોડાયેલા છે.
ભારત તરફથી મળેલી એર ડિફેન્સ સિસ્ટમ અઝરબૈજાન સાથેની લડાઈમાં આર્મેનિયા માટે મદદરૂપ સાબિત થશે. અઝરબૈજાનને પાકિસ્તાન પાસેથી સતત હથિયારો મળી રહ્યા છે, જેનો ઉપયોગ તે આર્મેનિયા વિરુદ્ધ કરી રહ્યું છે.
ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) એ જણાવ્યું છે કે આ કાર્યક્રમ સંરક્ષણ ટેકનોલોજી અને ઉત્પાદન ક્ષેત્રે ભારતની વધતી ક્ષમતાઓને દર્શાવે છે.
Read Also Why Israel is Struggling Against Hamas: A Year After the Conflict Began