Justnownews

હરિયાણામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર કર્યા આકરા વાકપ્રહાર, ફરીથી ભાજપને સત્તામાં લાવવા કરી અપીલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, હરિયાણાની જનતા જાણે છે કે કઈ સરકાર તેમના ઉત્થાન માટે કામ કરી શકે છે અને તેમની સમૃદ્ધિ માટે ડબલ એન્જિન સરકાર જરૂરી છે. રાજ્યના લોકોએ કોંગ્રેસને સત્તામાં લાવવાની ભૂલ ક્યારેય પુનરાવર્તિત કરવી જોઈએ નહીં કારણ કે તે રાજ્યની સ્થિરતા માટે વિનાશક હશે.

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં દરેક પક્ષ જોરોશોરોથી પ્રચાર કરી રહી છે. ભાજપ માટે આજે સોનીપતમાં વડાપ્રધાન મોદીએ એક જનસભાને સંબોધન કર્યુ હતું. વડાપ્રધાને આ સભામાં કોંગ્રેસ અને તેની કાર્યપદ્ધતિ વખોડી હતી અને ભાજપની ડબલ એન્જિન સરકાર હરિયાણામાં આવશ્યક છે તેમ જણાવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે,  હરિયાણાની જનતા કોંગ્રેસને સત્તામાં લાવવાની ભૂલ ક્યારેય નહીં કરે કારણ કે કોંગ્રેસ રાજ્યની સ્થિરતા માટે વિનાશક હશે. હરિયાણા બહુરાષ્ટ્રીય કંપનીઓનું હબ બની રહ્યું છે. આ વિકાસ યથાવત રાખવા માટે ભાજપ સરકાર સત્તામાં હોવી જરૂરી છે.

બેરોજગારી પર વડાપ્રધાને કહ્યું કે, હરિયાણાના યુવાનોને નોકરીની જરૂર છે અને કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને તે માટે તમામ પ્રયાસો કરવાનું ચાલુ રાખશે. કોંગ્રેસ ભ્રષ્ટાચારમાં માને છે. તે ફક્ત તેના ખુશામતખોરોનો વિચાર કરે છે, જનતાનો નહીં. એક દાયકા પહેલા હરિયાણામાં કોંગ્રેસ જ્યારે સત્તા પર હતી ત્યારે કલ્પના પણ કરી શકાતી નથી કે કેવી રીતે તેમના દ્વારા ખેતીની જમીન લૂંટી લેવામાં આવી હતી.

કર્ણાટક સરકાર પર કટાક્ષ કરતા વડાપ્રધાને કહ્યું કે, મુડા કૌભાંડમાં સિદ્ધારમૈયાની સંડોવણીની તપાસ કરવા માટે રાજ્યપાલના આદેશ વિરુદ્ધ તેમની અરજીને સંપૂર્ણ રીતે ફગાવીને કર્ણાટક હાઈકોર્ટે મુખ્યમંત્રીને લપડાક મારી છે.

અહીં પણ જૂઓ : farmer-leaders-react-to-kangana-ranauts

Exit mobile version