કેનેડામાં ખાલિસ્તાનીઓનો આતંક, હિન્દુઓ બાદ યુરોપીયન્સ વિરૂદ્ધ કર્યુ પ્રદર્શન
ભારતીયો બાદ કેનેડામાં ખાલિસ્તાન સમર્થકો યુરોપીયનોને નિશાન બનાવી રહ્યા હોવાના અહેવાલ છે. ખાલિસ્તાનીઓની રેલીઓમાં ભારત વિરોધી સૂત્રોચ્ચાર સામાન્ય છે, પરંતુ હવે એક નવા વિડિયોમાં ખાલિસ્તાનીઓ ગોરા લોકોને પણ યુરોપ પાછા જવાનું કહી રહ્યા છે.
કેનેડામાં ખાલીસ્તાની સમર્થકોનું જોર અને પ્રભાવ વધી રહ્યો છે. ભારતીયો બાદ કેનેડામાં ખાલિસ્તાન સમર્થકો યુરોપીયનોનો વિરોધ કરી રહ્યા છે. કેનેડાના સરે શહેરમાં ખાલિસ્તાની સમર્થકોની રેલી દરમિયાન લેવામાં આવેલા એક વીડિયોમાં આવા દ્રશ્યો કેદ થયા છે. ખાલિસ્તાનીઓની ગતિવિધિઓને કારણે કેનેડાના ભારત સાથેના સંબંધો પણ બગડ્યા છે.
કેનેડિયન પત્રકાર ડેનિયલ બોર્ડમેને એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સેંકડો લોકો ખાલિસ્તાની ઝંડા સાથે જોવા મળી રહ્યા છે. એક વ્યક્તિ આ સમગ્ર રેલીનો વીડિયો બનાવી રહ્યો છે અને કહી રહ્યો છે કે હું કેનેડાનો માલિક છું અને અમને કેનેડિયન હોવા પર ગર્વ છે. શ્વેત લોકોએ યુરોપ અને ઇઝરાયેલ પાછા જવું જોઈએ કારણ કે તેઓ વાસ્તવિક કેનેડિયન નથી.
વીડિયો શેર કરતી વખતે, ડેનિયલ બોર્ડમેને કેનેડાની જસ્ટિન ટ્રુડોની આગેવાની હેઠળની સરકાર સામે આકરા પ્રશ્નો કર્યા હતા. તેમણે પૂછ્યું છે કે આવા માર્ચ કાઢવાની પરવાનગી કેવી રીતે આપવામાં આવે છે. વિદેશ નીતિ પર આની અસર તરફ આપણે કેવી રીતે આંખ આડા કાન કરીએ છીએ? શું આ વિદેશ નીતિ માટે ખતરનાક પરિસ્થિતિનું નિર્માણ નહીં કરે?
Read Also Why Israel is Struggling Against Hamas: A Year After the Conflict Began