બાંગ્લાદેશના વડાંપ્રધાન શેખ હસીનાની હકાલપટ્ટી બાદ હવે પ્રમુખ મોહમ્મદ શહાબુદ્દીનને હટાવવા ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. મોહમ્મદ શહાબુદ્દીનના વિવાદાસ્પદ નિવેદન બાદ વિદ્યાર્થીઓએ બંગભવનને ઘેરી લીધું અને સૂત્રોચ્ચાર કર્યા છે.
ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં ફરી એકવાર વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે. આ વખતે પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીનને હટાવવાની માંગ કરી છે. મળતી માહિતી મુજબ, મંગળવારે મોડી રાત્રે રાષ્ટ્રપતિના નિવાસસ્થાન બંગભવનની સામે પણ દેખાવો કરવામાં આવ્યા હતા. આ દરમિયાન હજારો લોકો એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા.
સ્થળ પર હાજર પોલીસકર્મીઓએ દેખાવકારોને રોકવા માટે બેરિકેડ લગાવ્યા હતા, પરંતુ રોષે ભરાયેલા લોકોએ તેને હટાવવાનો પ્રયાસ કર્યો હતો. બગડતી પરિસ્થિતિને સંભાળવા માટે, પોલીસે દેખાવકારો પર લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના શેલ પણ છોડ્યા.
વડાંપ્રધાન શેખ હસીનાને હટાવવાની હાકલનું નેતૃત્વ કરી રહેલા જૂથે ઢાકામાં શહીદ મિનારની મધ્યમાં એક રેલીમાં રાષ્ટ્રપતિના રાજીનામા સહિત પાંચ મુદ્દાની માંગણીઓ જાહેર કરી હતી. આ પછી તેઓ રાષ્ટ્રપતિ ભવન તરફ આગળ વધ્યા. જોકે પોલીસે તેમને અટકાવ્યા હતા. રોષે ભરાયેલા દેખાવકારોએ બંગા ભવનની બહાર ધરણા કર્યા અને બાંગ્લાદેશના રાષ્ટ્રપતિના રાજીનામાની માંગ સાથે સૂત્રોચ્ચાર શરૂ કર્યા.
ગુસ્સે થયેલા પ્રદર્શનકારીએ કહ્યું કે રાષ્ટ્રપતિ શેખ હસીનાની સરમુખત્યારશાહી સરકારની નજીક છે. તેમણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ.
સૂત્રો પાસેથી મળેલા સમાચાર મુજબ પ્રમુખ મોહમ્મદ શહાબુદ્દીને નિવેદન આપ્યું છે. જેમાં તેણે કહ્યું હતું કે તેમની પાસે એવા કોઈ દસ્તાવેજ નથી જે સાબિત કરે કે વડાંપ્રધાન શેખ હસીનાએ દેશ છોડતા પહેલા પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ પછી, ત્યાં વિરોધ શરૂ થયો.
મોહમ્મદ શહાબુદ્દીન બાંગ્લાદેશના 16મા રાષ્ટ્રપતિ છે. તેઓ 2023ની રાષ્ટ્રપતિની ચૂંટણી માટે અવામી લીગના નામાંકન પર બિનહરીફ ચૂંટાયા હતા. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ માંગ કરી છે કે 1972માં લખાયેલું બંધારણ નાબૂદ કરવામાં આવે અને 2024ના પરિપ્રેક્ષ્યમાં નવું બંધારણ લખવામાં આવે. નારાજ વિદ્યાર્થીઓએ અવામી લીગના વિદ્યાર્થી સંગઠન બાંગ્લાદેશ છાત્ર લીગ પર પ્રતિબંધની પણ માંગ કરી હતી.
Read Also India-Canada Relations: Trudeau Faces Criticism in Canada, Even Iranian Journalist Questions Him