હું નાઝી અને સરમુખ્ત્યાર નથી- ડોનાલ્ડ ટ્રમ્પ, કમલા હેરિસે કરેલા આરોપો નકાર્યા
એક રેલીમાં ટ્રમ્પે સરમુખત્યારશાહી અને નાઝીવાદના સમર્થક હોવાના આરોપોને નકારી કાઢ્યા છે. અમેરિકાની પ્રેસિડેન્શિયલ ચૂંટણીનો પ્રચાર ચરમસીમા પર પહોંચ્યો છે. કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પની આક્ષેપબાજી સમગ્ર વિશ્વનું ધ્યાન આકર્ષિત કરી રહી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાને નાઝીવાદ સમર્થક અને સરમુખ્ત્યાર હોવાના આરોપો નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે, હું નાઝીવાદના સમર્થક હોવાના આરોપોને રદિયો આપું છું. તેમણે પોતાના કટ્ટર હરિફ કમલા હેરિસના આરોપો નકારી કાઢ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સમર્થકોને વિશ્વાસ અપાવ્યો છે કે તેઓ નાઝીવાદના સમર્થક નથી.
ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસે ટ્રમ્પ પર વિભાજન ફેલાવવાનો આરોપ મૂક્યો હતો. તેણી જ્યારે સ્વિંગ રાજ્યો પૈકી એક જ્યોર્જિયાની મુલાકાતે ગયા ત્યારે તેમણે કહ્યું કે, વિવેચકો આધુનિક સમયનો “હિટલર” હોવાનો આરોપ લગાવી રહ્યા છે.
ટ્રમ્પે એટલાન્ટામાં એક રેલીમાં જણાવ્યું હતું કે, “કમલાએ તેના ચૂંટણી અભિયાનની નવી ટેગ લાઇન એ રાખી છે કે જે મને મત નથી આપતો તે નાગરિક નાઝી છે.” ટ્રમ્પે ન્યૂ યોર્કના પ્રખ્યાત મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં એક મોટી રેલી યોજ્યા બાદ કમલા હેરિસ તરફથી આ આક્ષેપ કરવામાં આવ્યા હતા.
ટ્રમ્પને સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ, નિવૃત્ત જનરલ જ્હોન કેલીએ જણાવ્યું હતું કે રિપબ્લિકન ફાશીવાદીની વ્યાખ્યામાં બંધબેસે છે. કેલીએ એમ પણ કહ્યું કે ટ્રમ્પે ટિપ્પણી કરી હતી કે “હિટલરે પણ કેટલીક સારી વસ્તુઓ કરી હતી” અને તે “એડોલ્ફ હિટલર જેવા સેનાપતિ ઇચ્છતા હતા.”
Read Also India-Canada Relations: Trudeau Faces Criticism in Canada, Even Iranian Journalist Questions Him