IC 814-The Kandahar Hijack વેબ સિરીઝ વિરૂદ્ધની પિટિશન દિલ્હી હાઈકોર્ટમાંથી પરત ખેંચાઈ
સમરીઃ
નેટફ્લિક્સ ની ‘IC 814: The Kandahar Hijack’ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરતી PIL દિલ્હી હાઈકોર્ટમાંથી પાછી ખેંચી લેવામાં આવી છે. અરજદારે કોર્ટને કહ્યું કે આ વેબ સિરીઝમાં ડિસ્ક્લેમર મૂકીને નેટફ્લિક્સે કંદહાર હાઇજેકમાં સામેલ આતંકવાદીઓના નામની સાચી વિગતો આપી છે.
સ્ટોરીઃ
Netflix ની વેબ સિરીઝ “IC 814-The Kandahar Hijack” પર પ્રતિબંધની માંગ કરતી અરજી દિલ્હી હાઇકોર્ટમાંથી પાછી ખેંચી લેવામાં આવી છે. અરજદારે કોર્ટને કહ્યું કે આ વેબ સિરીઝમાં ડિસ્ક્લેમર મૂકીને નેટફ્લિક્સે કંદહાર હાઇજેકમાં સામેલ આતંકવાદીઓના નામની સાચી વિગતો આપી છે.
IC 814-The Kandahar Hijack પર પ્રતિબંધની માંગણી કરતી અરજીને દિલ્હી હાઈકોર્ટમાંથી પાછી ખેંચી લેવામાં આવી છે, જે 1999ની કંદહાર પ્લેન હાઈજેકની ઘટના અને હાઈજેકર્સના પાત્રો પર આધારિત છે.
આ અરજી સુરજીત સિંહ યાદવે દાખલ કરી હતી. અરજીકર્તાએ કહ્યું હતું કે આતંકવાદીઓને હિંદુ તરીકે નામ આપીને તેમની અસલી ઓળખને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે. વેબ સિરીઝ 1999ની ઘટના પર આધારિત છે: વેબ સિરીઝ “IC814 – ધ કંદહાર હાઇજેક” 24 ડિસેમ્બર 1999ના રોજ ભારતીય એરલાઇન્સના પ્લેનના હાઇજેકની ઘટના પર આધારિત છે. આ વિમાનમાં 154 મુસાફરો અને ક્રૂ મેમ્બર મુસાફરી કરી રહ્યા હતા.