Justnownews

મહારાષ્ટ્રના નાંદેડમાં દૂષિત પાણીથી સેંકડો લોકો બીમાર,  વહીવટી તંત્ર વિરૂદ્ધ રોષ ફાટી નીકળ્યો

મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં દૂષિત પાણી પીવાથી એક સાથે સેંકડો લોકો બીમાર પડ્યા છે. દર્દીઓને સારવાર માટે વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પાણીની સ્વચ્છતા બાબતે લોકોનો રોષ વહીવટી તંત્ર પર ફાટી નીકળ્યો છે.

મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાના એક ગામમાં દૂષિત પાણી પીવાથી અનેક લોકો એક સાથે બીમાર પડતા ચકચાર મચી ગઈ છે. લગભગ 100 લોકો એકસાથે બીમાર પડ્યા છે અને તેમને સારવાર માટે અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પાણીની ટાંકીની સફાઈ ન થવાના કારણે આ ઘટના બની છે. લોકોમાં વહીવટીતંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.

નાંદેડ શહેર નજીક નરોલી ગામમાં દૂષિત પાણી પીવાથી સોથી વધુ લોકો નાતંદુરસ્ત થયા છે. મેડિકલ ઓફિસર વિવેક પદમુનેએ જણાવ્યું કે દૂષિત પાણી પીવાથી લોકો બીમાર પડી રહ્યા છે. નરોલી ગામમાં ટાંકી દ્વારા પાણી આપવામાં આવે છે. આ ટાંકીનું પાણી પીને લોકો કથિત રીતે બીમાર પડ્યા છે.

શુક્રવારે રાતથી જ ગામના લોકોને ઉલ્ટી, ઝાડા અને ચક્કર આવવાની ફરિયાદ કરી હતી. બાદમાં આ સમસ્યાઓ વધી ગઈ હતી. ત્યારબાદ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ધીરે ધીરે દર્દીઓની સંખ્યા વધતી ગઈ.

આરોગ્ય વિભાગની ટીમ ગામમાં પહોંચી હતી. સાથે જ આરોગ્ય વિભાગે પાણીના સેમ્પલ લઈને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપ્યા હતા. હાલ પાણી પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. તેમજ ટાંકીની સફાઈ શરૂ કરવામાં આવી હતી. બીમાર પડેલા લોકોને અન્ય હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.

Read Also ‘If These Claims Are False…’, Congress’ First Reaction to the Tirupati Laddu Controversy

Exit mobile version