ઈઝરાયેલે હિઝબુલ્લાના હેડક્વાર્ટર કમાન્ડર અને જેહાદ કાઉન્સિલના સભ્યોને ખતમ કરવા દક્ષિણ લેબનોનમાં ભીષણ હુમલો કર્યો હતો. જેમાં ૧૫૦૦૦ ઈઝરાયેલ સૈનિકો સામેલ છે. આ હુમલામાં હિઝબુલ્લાહનો બીજા ક્રમનો કમાન્ડર સુહેલ હુસૈની માર્યો ગયો છે.
બેરૂતમાં ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં હિઝબુલ્લાહનો વરિષ્ઠ કમાન્ડર સુહેલ હુસૈની માર્યો ગયો છે. ઇઝરાયેલી સૈન્યએ મંગળવારે જાહેરાત કરતા કહ્યું કે, ઇઝરાયેલની વાયુસેનાએ સ્ટ્રાઇકમાં હુસૈનીને નિશાન બનાવ્યું હતું. હુસૈની બેરૂતમાં હિઝબુલ્લાહના હેડક્વાર્ટરનો કમાન્ડર અને જેહાદ કાઉન્સિલનો સભ્ય હતો.
હિઝબુલ્લાએ પોતાના કમાન્ડરની હત્યા અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. ગયા મહિનાના અંતમાં, ઇઝરાયેલે દક્ષિણ બેરૂતમાં હિઝબોલ્લાહના ગઢ પર મોટા પાયે બોમ્બમારો શરૂ કર્યો છે. ઈઝરાયેલના હુમલામાં તેના ચીફ હસન નસરાલ્લાહ સહિત હિઝબુલ્લાહના લગભગ તમામ ટોચના નેતાઓ માર્યા ગયા છે.
ઈરાન સમર્થિત ઉગ્રવાદી જૂથે ગાઝા પટ્ટીમાં યુદ્ધવિરામ ન થાય ત્યાં સુધી ઈઝરાયલ વિરુદ્ધ રોકેટ, મિસાઈલ અને ડ્રોન હુમલા કરવાનું નક્કી કર્યુ છે. હિઝબુલ્લાએ કહ્યું છે કે તે ગાઝા પટ્ટીમાં હમાસના સમર્થનમાં ઇઝરાયેલ પર તેના હુમલા ચાલુ રાખશે.
Read Also Will Palestine’s Name Disappear? Netanyahu Shows Maps at UNGA Without Palestine