ઈઝરાયલે બૈરૂતમાં કરેલ હુમલામાં હિઝબુલ્લાહ કમાન્ડર ઇબ્રાહિમ મૃત્યુ પામ્યો
ઈઝરાયલી સેનાએ કરેલા એક મોટા ઓપરેશનમાં હિઝબુલ્લાહ કમાન્ડર ઈબ્રાહિમ અને અન્ય ઘણા લોકોને માર્યા ગયા છે. ઈઝરાયલની સેનાએ આ ટાર્ગેટ હુમલાની પુષ્ટિ કરી છે.
લેબનોનની રાજધાની બેરૂતમાં ઈઝરાયલી સેનાના હુમલામાં હિઝબુલ્લાહ કમાન્ડર ઈબ્રાહિમ અકીલ માર્યો ગયો હતો. ઇઝરાયલી સેના દ્વારા હિઝબુલ્લાહના મહત્વના સ્થળ પર એક મોટો હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં હિઝબુલ્લાહ કમાન્ડર ઈબ્રાહિમ અને અન્ય ઘણા લોકોને માર્યા ગયા છે. લેબનોનના આરોગ્ય મંત્રાલયે માહિતી આપી છે કે, આ હુમલામાં ઓછામાં ઓછા ૯ લોકોના મોત થયા છે જ્યારે ૫૮ ઘાયલ થયા છે.
ઇઝરાયલી સૈન્ય (IDF)ના પ્રવક્તા ડેનિયલ હગારીએ કહ્યું કે, આ હુમલા સમયે, અકીલ અને રાદવાન દળોના કમાન્ડરો દહિયાહ પડોશના મધ્યમાં એક રહેણાંક મકાનની નીચે એકઠા થયા હતા. . તેઓ લેબનીઝ નાગરિકો વચ્ચે છુપાયેલા હતા. તેઓ તેનો માનવ ઢાલ તરીકે ઉપયોગ કરતા હતા.
ઇબ્રાહિમ અકીલ અને રદવાન કમાન્ડર હિઝબુલ્લાહ હુમલાની યોજના બનાવી રહ્યા હતા. આમાં હિઝબુલ્લાનો ઈરાદો ઈઝરાયેલના સમુદાયોમાં ઘૂસણખોરી કરવાનો હતો અને 7 ઓક્ટોબરના હત્યાકાંડની જેમ જ નિર્દોષ નાગરિકોનું અપહરણ કરીને હત્યા કરવાનો હતો.
IDFના પ્રવક્તાએ કહ્યું કે હિઝબુલ્લાહ એક આંતરરાષ્ટ્રીય આતંકવાદી જૂથ છે. ગયા વર્ષે ઇઝરાયેલ પરના પ્રથમ હુમલા બાદથી, આતંકવાદી જૂથે અત્યાર સુધીમાં લગભગ 8000 રોકેટ, મિસાઇલ અને વિસ્ફોટક યુએવી ઇઝરાયલના નાગરિક વિસ્તારોમાં છોડ્યા છે. જેના કારણે 60 હજાર ઈઝરાયલીઓએ પોતાના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ જવું પડ્યું હતું. હિઝબુલ્લાહે તાજેતરમાં જ ઇઝરાયલ પર 200 રોકેટ છોડ્યા હતા.