ગુજરાતમાં આગામી ૭૦ કલાક દરમિયાન ખાબકી શકે છે ભારે વરસાદ
ગુજરાતમાં અગામી ૭૦થી ૭૨ કલાક સુધી વરસાદી સીસ્ટમ એક્ટિવ થઈ હોવાને લીધે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યા છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક.
આ વર્ષે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં ચોમાસાએ માઝા મુકી છે. જો કે ગુજરાતમાં આગામી ૭૦થી ૭૨ કલાક સુધી ફરીથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ભારે વરસાદને પગલે હવામાન વિભાગે રેડ, યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યા છે.
આજે વલસાડ અને દમણમાં ભારે વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આ વરસાદી સિસ્ટમ સક્રિય છે જેના કારણે ગુજરાતમાં વરસાદ આવી શકે છે. સુરત, તાપી, નવસારી, ડાંગ,અમરેલીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. ગીર સોમનાથ, ભાવનગર, અમદાવાદ,આણંદ, ભરૂચ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું તે મજબૂત બનીને હવે લો-પ્રેશર એરિયામાં ફેરવાયું છે. તેથી ગુજરાતમાં પણ આગામી દિવસોમાં વરસાદના નવા રાઉન્ડની આગાહી છે.
Read Also ‘If These Claims Are False…’, Congress’ First Reaction to the Tirupati Laddu Controversy