38°C
October 17, 2024
Entertainment

હેરી પોટરની એક્ટ્રેસ ઓસ્કર વિનર મેગી સ્મિથનું ૮૯ વર્ષે નિધન, હોલીવૂડે શોક જાહેર કર્યો

  • September 27, 2024
  • 1 min read
હેરી પોટરની એક્ટ્રેસ ઓસ્કર વિનર મેગી સ્મિથનું ૮૯ વર્ષે નિધન, હોલીવૂડે શોક જાહેર કર્યો

1969ની ફિલ્મ “ધ પ્રાઇમ ઓફ મિસ જીન બ્રોડી” માટે ઓસ્કાર એવોર્ડ જીતનાર અભિનેતા મેગી સ્મિથ અને હેરી પોટર ફિલ્મની વિખ્યાત અભિનેત્રીનું 89 વર્ષની વયે અવસાન થયું છે. સમગ્ર હોલીવૂડે આ અભિનેત્રીના નિધન પર શોક જાહેર કર્યો છે.

૮૯ વર્ષની પાકટ વયે હોલિવૂડની જાજરમાન અભિનેત્રી મેગી સ્મિથનું અવસાન થયું છે. આ અભિનેત્રી ઓસ્કર વિનર છે અને હેરી પોટરમાં પોતાની ભૂમિકાથી સમગ્ર વિશ્વમાં વિખ્યાતી પામી હતી.  

મેગી સ્મિથને 1969ની ફિલ્મ “ધ પ્રાઇમ ઓફ મિસ જીન બ્રોડી” માટે ઓસ્કાર મળ્યો હતો. તેની ફિલમ ડાઉનટન એબી અને હેરી પોટરમાં ગ્રાન્થમના કાઉન્ટેસ અને પ્રોફેસર મિનર્વા મેકગોનાગલ તરીકે ફેન્સનું દીલ જીત્યું હતું.

મેગી સ્મિથના પુત્રો ક્રિસ લાર્કિન અને ટોબી સ્ટીફન્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સ્મિથનું શુક્રવારે વહેલી સવારે લંડનની હોસ્પિટલમાં અવસાન થયું હતું. “તેણી બે પુત્રો અને પાંચ પ્રેમાળ પૌત્રોને આ ફાની દુનિયામાં એકલા છોડી દીધા છે.

મેગી સ્મિથને હેરી પોટરની ભૂમિકા માટે હંમેશા યાદ રાખવામાં આવશે. જ્યારે જ્યારે તેણીને હેરી પોટરની ભૂમિકા વિશે પત્રકારો પુછતા ત્યારે તેણી કહેતી કે હેરી પોટરની ભૂમિકા તેનું પેન્શન છે.

Read Also Emergency: Kangana Ranaut’s Pain on Postponing the Release Date, Says – ‘Still Waiting for the Certificate’

About Author

Hardik

Hardik Prajapati is an esteemed author at Justnownews, known for his insightful and engaging writing on current events and emerging trends. With a keen eye for detail and a passion for uncovering the nuances behind the headlines, Hardik brings a fresh perspective to his articles, making complex topics accessible and interesting to readers. His work often reflects a commitment to in-depth analysis and thoughtful commentary, ensuring that his audience stays well-informed and engaged with the latest news developments.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *