ઈઝરાયેલની સૈન્ય અને સુરક્ષા એજન્સીએ કહ્યું છે કે ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલના હવાઈ હુમલામાં હમાસના એર યુનિટના વડા અબુ ડક્કાનું મોત થયું છે. ઇઝરાયેલની સેના અને સ્થાનિક સુરક્ષા એજન્સી શિન બેટે એક સંયુક્ત નિવેદનમાં આ માહિતી આપી હતી.
ઈઝરાયેલ અત્યારે હમાસ અને ઈરાન બંને સાથે યુદ્ધ લડી રહ્યું છે. જો કે ઈઝરાયેલે કરેલ એક હુમલામાં હમાસનો એર ઓપરેશન્સ ચીફ સમર અબુ ડક્કા માર્યો ગયો હોવાની સત્તાવાર માહિતી બહાર આવી છે. સમર અબુ ડક્કાના મૃત્યુએ ઈઝરાયેલ માટે મોટી સફળતા ગણી શકાય.
ઈઝરાયેલની સૈન્ય અને સુરક્ષા એજન્સી સિન્હુઆના જણાવ્યા અનુસાર હમાસનો એર ઓપરેશન્સ ચીફ સમર અબુ ડક્કા ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલ એક એર સ્ટ્રાઈકમાં માર્યો ગયો છે.
ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલના હવાઈ હુમલામાં હમાસના એર યુનિટના વડાનું મોત થયું છે. ઇઝરાયેલની સેના અને સ્થાનિક સુરક્ષા એજન્સી શિન બેટે એક સંયુક્ત નિવેદનમાં આ માહિતી આપી હતી. નિવેદન અનુસાર, અબુ ડક્કા અનેક ડ્રોન હુમલાઓમાં સામેલ હતો અને તેણે હમાસના હવાઈ અભિયાનમાં કેન્દ્રીય ભૂમિકા ભજવી હતી.
ગયા વર્ષે એરિયલ યુનિટના વડા અસીમ અબુ રકાબાની હત્યા થયા બાદ ડક્કાને જવાબદારી સોંપવામાં આવી હતી. ઈઝરાયલના સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું ઈઝરાયેલ વિરુદ્ધ હુમલામાં અબુ ડક્કા પણ સામેલ હતો. તેણે દક્ષિણ ઇઝરાયેલમાં હમાસની પેરાગ્લાઇડર અને ડ્રોન એટેક યુનિટની ટીમનું નેતૃત્વ કર્યું હોવાનું કહેવાય છે. આ અચાનક થયેલા હુમલામાં ૧૨૦૦ લોકોના મોત થયા હતા. જે બાદ ગાઝામાં યુદ્ધની સ્થિતિ સર્જાઈ હતી.
Read Also India-Canada Relations: Trudeau Faces Criticism in Canada, Even Iranian Journalist Questions Him