સમરીઃ
ગ્રેટર નોઈડા સ્ટેડિયમની ખરાબ હાલતે BCCIની શાખને બટ્ટો લગાડ્યો છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ સ્ટેડિયમની અસુવિધાઓથી પરેશાન છે. અફઘાનિસ્તાન ટીમના અધિકારીએ કહ્યું કે, તે ફરી ક્યારેય અહીં નહીં આવે.
સ્ટોરીઃ
ગ્રેટર નોઈડાના સ્ટેડિયમમાં રમાઈ રહેલી અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટ મેચનો આજે બીજો દિવસ છે. જો કે આ મેચમાં હજૂ સુધી એક પણ બોલની રમત રમાઈ નથી. આ અસુવિધાને લીધે BCCIની આબરૂ ધૂળમાં મળી ગઈ છે.
આ મેચ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સહયોગથી અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડની યજમાની હેઠળ આયોજિત કરવામાં આવી રહી છે, પરંતુ અલ્હાબાદમાં પાણી સૂકવવાની નબળી વ્યવસ્થાને લીધે અફઘાનિસ્તાને આ સ્ટેડિયમમાં ફરી મેચ નહીં રમવાનો નિર્ણય લીધો છે.
ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશને આ ટેસ્ટ મેચના આયોજનમાં કોઈ ભૂમિકા હોવાનો ઇનકાર કર્યો છે. નબળી ડ્રેનેજ વ્યવસ્થા, ભીનું મેદાન અને દયનીય સુવિધાઓને કારણે વરસાદ ન હોવા છતાં બીજા દિવસની રમત પણ ટોસ વિના રદ કરવામાં આવતા BCCIની કામગીરી પર સવાલો ઉઠ્યા છે.