૮૬ વર્ષીય રતન તાતાના નિધન પર ગુગલના સીઈઓ સુંદર પિચાઈએ ભાવભરી શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે એક્સ પર એક ભાવુક પોસ્ટ શેર કરીને રતન તાતા સાથેની તેમની મુલાકાત યાદ કરી છે.
ટાટા ગ્રૂપના ભૂતપૂર્વ ચેરમેન અને ભારતના અગ્રણી ઉદ્યોગપતિ એવા રતન તાતાએ બુધવારે રાત્રે 11.30 વાગ્યે દક્ષિણ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 86 વર્ષના હતા.
રતન તાતા જેવા ઉદ્યોગપતિઓ ભારતના સાચા અર્થમાં રતન છે. તેમના નિધન પર દિગ્ગજો શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. જેમાં ગુગલ અને આલ્ફાબેટના સીઈઓ પણ સુંદર પિચાઈ પણ સામેલ છે. તેમણે એક્સ પર એક ભાવુક પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે રતન તાતા સાથેની તેમની છેલ્લી મુલાકાતનો ઉલ્લેખ કર્યો છે.
સુંદર પિચાઈએ જણાવ્યું હતું કે, રતન ટાટા સાથે મારી છેલ્લી મુલાકાત દરમિયાન અમે Waymo ની પ્રગતિ વિશે વાત કરી અને તેમનું વિઝન સાંભળવું મારા માટે ખૂબ પ્રેરણાદાયી હતું. તેમણે પોતાની પાછળ એક ભવ્ય વ્યવસાય અને પરોપકારી વારસો છોડ્યો છે. ભારતમાં આધુનિક બિઝનેસ નેતૃત્વને માર્ગદર્શન આપવા અને વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
રતન ટાટાએ 2006 થી 2022 સુધી કોર્નેલ ટ્રસ્ટી તરીકે ત્રણ ટર્મ સેવા આપી હતી. તેમને 2013 માં કોર્નેલના આંત્રપ્રિન્યોર ઓફ ધ યર તરીકે સન્માન આપવામાં આવ્યું હતું અને 2014 થી AAPની સલાહકાર પરિષદના સભ્ય તરીકે સેવા આપી હતી.
Read Also Ratan Tata Death: When and Where Can People Pay Their Respects? When Will the Funeral Take Place?