આજથી ૩ દિવસ સુધી વડાપ્રધાન મોદી કરશે અમેરિકાનો પ્રવાસ, ક્વાડ સમિટ સહિત અનેક કાર્યક્રમોમાં આપશે હાજરી
વડાપ્રધાન મોદી આજથી અમેરિકાની ત્રી દિવસીય મુલાકાત લેવાના છે. આ ૩ દિવસ દરમિયાન તેમનું સમયપત્રક અત્યંત વ્યસ્ત રહેશે. વડાપ્રધાન મોદી અમેરિકન રાષ્ટ્રપતિ દ્વારા યજમાનીત ક્વાડ સમિટમાં ભાગ લેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ૩ દિવસ અમેરિકાનો પ્રવાસ કરશે. વડાપ્રધાન મોદી આ ૩ દિવસ દરમિયાન અત્યંત વ્યસ્ત રહેવાના છે. તેઓ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેન દ્વારા યજમાનીત ક્વાડ સમિટમાં ભાગ લેવાના છે. આ ઉપરાંત યુએનની ફ્યુચર સમિટને પણ સંબોધવાના છે.
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેન દ્વારા યજમાનીત ક્વાડ સમિટ ડેલવેરના વિલ્મિંગ્ટન ખાતે યોજાઈ રહી છે. જેમાં અમેરિકા, ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાન જેવા દેશોના પ્રમુખ ભાગ લેવાના છે. આ સમિટમાં ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે વિચાર વિમર્શ કરવામાં આવશે.
વડાપ્રધાન ન્યુયોર્કમાં યુએન જનરલ એસેમ્બલીમાં ‘સમિટ ઓફ ધ ફ્યુચર‘ને પણ સંબોધિત કરશે અને ટેક્નોલોજી ક્ષેત્રે કામ કરતી ટોચની અમેરિકન કંપનીઓના સીઈઓ સાથે રાઉન્ડ ટેબલ મીટિંગમાં ભાગ લેશે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું છે કે, “હું મારા સાથી રાષ્ટ્રપતિ બાઈડેન, વડાપ્રધાન અલ્બેનીઝ અને વડાપ્રધાન કિશિદા સાથે ક્વાડ સમિટમાં જોડાવા માટે આતુર છું.”વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ૩ દિવસ અમેરિકાનો પ્રવાસ કરશે. વડાપ્રધાન મોદી આ ૩ દિવસ દરમિયાન અત્યંત વ્યસ્ત રહેવાના છે. તેઓ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેન દ્વારા યજમાનીત ક્વાડ સમિટમાં ભાગ લેવાના છે. આ ઉપરાંત યુએનની ફ્યુચર સમિટને પણ સંબોધવાના છે.
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેન દ્વારા યજમાનીત ક્વાડ સમિટ ડેલવેરના વિલ્મિંગ્ટન ખાતે યોજાઈ રહી છે. જેમાં અમેરિકા, ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાન જેવા દેશોના પ્રમુખ ભાગ લેવાના છે. આ સમિટમાં ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે વિચાર વિમર્શ કરવામાં આવશે.
વડાપ્રધાન ન્યુયોર્કમાં યુએન જનરલ એસેમ્બલીમાં ‘સમિટ ઓફ ધ ફ્યુચર‘ને પણ સંબોધિત કરશે અને ટેક્નોલોજી ક્ષેત્રે કામ કરતી ટોચની અમેરિકન કંપનીઓના સીઈઓ સાથે રાઉન્ડ ટેબલ મીટિંગમાં ભાગ લેશે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું છે કે, “હું મારા સાથી રાષ્ટ્રપતિ બાઈડેન, વડાપ્રધાન અલ્બેનીઝ અને વડાપ્રધાન કિશિદા સાથે ક્વાડ સમિટમાં જોડાવા માટે આતુર છું.”