કર્ણાટકના મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA) કૌભાંડમાં મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા અને અન્ય ૩ વિરુદ્ધ મૈસૂર લોકાયુક્તમાં FIR દાખલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સુનાવણી દરમિયાન સ્પેશિયલ કોર્ટે મૈસૂર લોકાયુક્ત એસપીને તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધા રમૈયાની મુશ્કેલી વધી રહી છે. MUDA કૌભાંડમાં મૈસૂર લોકાયુક્તમાં FIR દાખલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સુનાવણી દરમિયાન સ્પેશિયલ કોર્ટે મૈસૂર લોકાયુક્ત એસપીને તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.
કેસ નંબર 11/2024 હેઠળ મુખ્યપ્રધાન અને અન્ય ૩ આરોપીઓ વિરૂદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. CM સિદ્ધારમૈયા, CMની પત્ની B.N. પાર્વતીને A2, સીએમ સિદ્ધારમૈયાના સાળા મલ્લિકાર્જુન સ્વામીને અને જમીન વેચનાર દેવરાજુને આરોપી બનાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે કર્ણાટકની વિશેષ અદાલતે બુધવારે મૈસૂર લોકાયુક્ત એસપીને મુખ્યમંત્રી સિદ્ધારમૈયા વિરુદ્ધ મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA) જમીન કૌભાંડ કેસની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે મૈસુરની સ્નેહમાઈ કૃષ્ણાની અરજી પર સુનાવણી કરી હતી. જેમાં તેમણે કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા સામે આ મામલે તપાસના આદેશ આપવાની માંગ કરી હતી.
Read Also Dalit Student Facing Trouble in IIT Admission Gets Help from Supreme Court, Notice to be Issued