Justnownews

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે ભારત પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો, મોદીના પણ કર્યા વખાણ

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે ભારત પ્રત્યેનો પ્રેમ ફરી એકવાર વ્યક્ત કર્યો છે. તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ SCO સમિટમાં ભાગ લીધો હોત તો સારું થાત. મને આશા છે કે નજીકના ભવિષ્યમાં વડાપ્રધાન મોદી અને અમારી સાથે મુલાકાત થશે.

પાકિસ્તાનમાં ૧૫ અને ૧૬ ઓક્ટોબરે SCO સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં ભાગ લેવા માટે ૪ સભ્યોનું ભારતીય પ્રતિનિધિમંડળ પાકિસ્તાન પહોંચી ચૂક્યું છે.

પાકિસ્તાનમાં આયોજિત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ સંદર્ભે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે ભારત પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો છે. તેમણે ફરી એકવાર ભારત સાથે સારા સંબંધોની વકાલત કરી છે. નવાઝે કહ્યું છે કે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ SCO સમિટમાં ભાગ લેવા માટે પાકિસ્તાન આવ્યા હોત તો સારું થાત.

એક ઈન્ટરવ્યુમાં નવાઝ શરીફે કહ્યું, “હું હંમેશાથી ભારત સાથે સારા સંબંધોનો સમર્થક રહ્યો છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ SCO સમિટમાં હાજરી આપી હોત તો તે સારું હોત.  મને આશા છે કે અમારા સંબંધોને પુનર્જીવિત કરવાની તક મળશે અને નજીકના ભવિષ્યમાં વડાપ્રધાન મોદી અને અમારી સાથે મુલાકાત થશે.

આ પહેલીવાર નથી જ્યારે નવાઝ શરીફે ભારત સાથે સારા સંબંધોની વકાલત કરી હોય. તેઓ આ પહેલા પણ અનેક પ્રસંગોએ ભારત સાથે સંબંધો સુધારવાની વાત કરી ચૂક્યા છે. લાંબા સમય બાદ લંડનથી પાકિસ્તાન પરત ફર્યા બાદ નવાઝ શરીફે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે તેમનો દેશ દુનિયા પાસેથી પૈસા માંગી રહ્યો છે, જ્યારે ભારત ચંદ્ર પર પહોંચી ગયું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, “આજે ભારતની તિજોરીમાં ૬૦૦ અબજ ડોલર છે. ભારત જી-૨૦ની મેજબાની કરી રહ્યું છે, પરંતુ પાકિસ્તાન ચીન અને આરબ દેશો સહિત વિશ્વ પાસેથી ૧-૧ અબજ ડોલરની માંગ કરી રહ્યું છે.

Read Also Will Palestine’s Name Disappear? Netanyahu Shows Maps at UNGA Without Palestine

Exit mobile version