દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હરિયાણાના લોકોને રાજ્યના “સારા ભવિષ્ય” માટે તેમના મતાધિકારનો ઉપયોગ કરવાની અને ૧૦૦ ટકા મતદાન થાય તે માટે અપીલ કરી છે.
હરિયાણામાં આજે શનિવારે વિધાનસભા ચૂંટણી માટે મતદાનનો દિવસ છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે હરિયાણાના લોકોને રાજ્યના “સારા ભવિષ્ય” માટે તેમના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી.
કેજરીવાલે કહ્યું, તમારા પરિવારના ઉજ્જવળ ભવિષ્ય માટે મત આપો. કેજરીવાલે કહ્યું છે કે હું હરિયાણાના તમામ ભાઈઓ, બહેનો, વડીલો અને યુવાનોને આજે પોતાનો મત આપવા અપીલ કરું છું. તમારો દરેક મત તમારા પરિવારના ઉજ્જવળ ભવિષ્ય માટે, વધુ સારા હરિયાણાના નિર્માણ માટે હશે.
દિલ્હીના મુખ્ય પ્રધાન આતિશીએ હરિયાણાના મતદારોને વીજળી, આરોગ્યસંભાળ અને વધુ સારી શાળાઓ સહિતના મુખ્ય મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મત આપવા વિનંતી કરી હતી.
હરિયાણા ચૂંટણી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ભાજપ સતત ત્રીજી વખત રાજ્યમાં સત્તામાં આવવાનો પ્રયાસ કરી રહી છે, જ્યારે કોંગ્રેસ પાર્ટી સત્તા વિરોધી લહેર અને ખેડૂતોના આંદોલનના મુદ્દાઓને મહત્વ આપી રહી છે. હરિયાણામાં મુખ્ય ચૂંટણી પક્ષોમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) સાથે ભારતીય રાષ્ટ્રીય લોકદળ-બહુજન સમાજ પાર્ટી (INLD-BSP) અને જનનાયક જનતા પાર્ટી (JJP)-આઝાદ સમાજ પાર્ટી (ASP)નો સમાવેશ થાય છે.
હરિયાણામાં સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. તમામ 90 વિધાનસભા મતવિસ્તારોમાં કુલ 1,031 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે અને મતદાન માટે 20,632 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીરની સાથે હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો 8 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે.
Read Also CM Yogi Adityanath’s New Claims About Akhilesh Yadav and Shivpal Singh Yadav