બ્રિટનના પૂર્વ વડાપ્રધાન બોરિસ જોન્સને તેમના એક પુસ્તકમાં પીએમ મોદી સાથેની તેમની પ્રથમ મુલાકાતનો ઉલ્લેખ કર્યો છે. આમાં તેમણે લખ્યું કે જ્યારે તેણે પીએમ મોદી સાથે હાથ મિલાવ્યા ત્યારે તેમને ઊર્જાનો અનુભવ થયો. તેમણે ક્વીન એલિઝાબેથ દ્વિતીય સાથેની ભારત અંગેની તેમની વાતચીતનો પણ ઉલ્લેખ કર્યો હતો.
બ્રિટનના પૂર્વ વડાપ્રધાન બોરિસ જોન્સને પોતાના સંસ્મરણોમાં પીએમ મોદીના વખાણ કર્યા છે. પીએમ મોદી વિશે તેમણે કહ્યું કે તેમને મોદી સાથેની મુલાકાત દરમિયાન ઊર્જાનો અનુભવ થયો.
બોરિસ જોન્સને તેમના પુસ્તક ‘અનલીશ્ડ‘માં પીએમ મોદી સાથેની તેમની પ્રથમ મુલાકાતનો ઉલ્લેખ કર્યો છે. જ્હોન્સને કહ્યું કે ૨૦૧૨માં તેઓ લંડનના મેયર તરીકે ભારતની પ્રથમ બિઝનેસ ટ્રીપ પર ગયા હતા. તે સમયે હું નરેન્દ્ર મોદીને મળી શક્યો નહતો. થોડા વર્ષો પછી, હું સિટી હોલની બહાર પીએમ મોદીને મળ્યો. તેમણે મારો હાથ પકડ્યો અને મને એક અનોખી સૂક્ષ્મ ઉર્જાનો અનુભવ થયો.
રશિયાએ યુક્રેન પર હુમલો કર્યા બાદ તેઓ એપ્રિલ ૨૦૨૨માં ભારત આવ્યા હતા. તેમણે કહ્યું કે આ સમયગાળા દરમિયાન મને જે આવકાર મળ્યો જબરદસ્ત હતો.