Justnownews

પ્રથમ વખત દીપિકા પાદુકોણ દીકરી દુઆ સાથે જાહેરમાં જોવા મળી, વીડિયો વાયરલ

deepika padukone

માતા બન્યાના 2 મહિના બાદ પ્રથમ વખત દીપિકા પાદુકોણ દીકરી દુઆ સાથે જાહેરમાં જોવા મળી છે. દીપિકા અને રણવીર તેમની પુત્રી સાથે એરપોર્ટ પર જોવા મળ્યા હતા. દીપિકાએ પુત્રીને છાતી સાથે ચાંપીને રાખી હતી અને તેની સાથે રણવીર પણ જોવા મળ્યો હતો.

ranveer singh-

સપ્ટેમ્બરમાં માતા બન્યા બાદ દીપિકા પાદુકોણ પહેલીવાર એરપોર્ટ પર જોવા મળી હતી. દીપિકા તેની પુત્રીને છાતીએ ચાંપીને ચાલી રહી હતી. તેની સાથે રણવીર સિંહ પણ જોવા મળ્યો હતો. ત્રણેય મુંબઈના કાલીના એરપોર્ટ પર સ્પોટ થયા હતા.

દીપિકાએ સપ્ટેમ્બરમાં પુત્રીને જન્મ આપ્યો હતો. હોસ્પિટલમાંથી ઘરે આવ્યાના બે મહિના બાદ હવે દીપિકા તેની પુત્રી સાથે ઘરની બહાર નીકળી હતી. સોશિયલ મીડિયામાં આ વીડિયો બહુ વાયરલ થઈ રહ્યો છે. આ ઝલક જોઈને ચાહકોએ પણ મા-દીકરી પર ભરપૂર પ્રેમ વરસાવ્યો છે.

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે 14 નવેમ્બર, 2018ના રોજ ઇટાલીના લેક કોમોમાં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં કોંકણી અને સિંધી પરંપરાઓ સાથે ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી. ૨૦૨૪માં 8 સપ્ટેમ્બરે દીપિકા પાદુકોણે એક પુત્રીને જન્મ આપ્યો હતો. દિવાળીના અવસર પર દીપિકાએ ચાહકોને દીકરીની ઝલક બતાવી. આ તસવીરમાં તેણે પોતાની દીકરીના પગની ઝલક દેખાડી હતી અને તે તેની માતાના ખોળામાં આરામ કરતી જોવા મળી હતી. આ જ પોસ્ટમાં તેણે જણાવ્યું હતું કે તેણે તેની પુત્રીનું નામ દુઆ રાખ્યું છે.

જો કે, સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં લોકો છે જેમણે તેમની પુત્રીનું નામ દુઆ રાખવા પર પ્રતિક્રિયા આપી છે. એકે કહ્યું- લક્ષ્મી નામ યોગ્ય રહેત. બીજાએ કહ્યું- જો નામ પ્રાર્થના હોત તો સારું લાગત.

Read Also CM Yogi Takes Strict Action on Bahraich Violence, Negligent Officers May Face Serious Consequences

Exit mobile version