વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ પુખ્ત વયના લોકોમાં MPOX ની સારવાર માટે રસીના ઉપયોગ માટે પ્રથમ મંજૂરી આપી છે. WHOના મહાનિર્દેશક ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયેસસે કહ્યું કે, MPOX ની સારવાર માટે રસીના ઉપયોગની મંજૂરી આ રોગ સામેની અમારી લડાઈમાં એક મહત્વપૂર્ણ પગલું છે.
WHOના મહાનિર્દેશક ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયેસસે કહ્યું કે, MPOX ની સારવાર માટે રસીના ઉપયોગની મંજૂરી આ રોગ સામેની અમારી લડાઈમાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ નિર્ણયથી આફ્રિકા સિવાયના અન્ય દેશો જે આ રોગ સામે ઝઝૂમી રહ્યા છે તેમને રાહત મળશે.
GAVI વેક્સિન એલાયન્સ અને યુનિસેફ જેવા ડોનર્સ આ રસીના ડોઝીસ ખરીદીને દર્દીઓમાં વિતરણ કરી શકશે. આ રસીનો માત્ર એક જ ઉત્પાદક હોવાથી અત્યારે તેનું ઉત્પાદન મર્યાદિત પ્રમાણમાં થશે.
WHO ની આ મંજુરી અંતર્ગત 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોને રસીના ૨ ડોઝ આપી શકાશે. ઉલ્લેખનીય છે કે આફ્રિકન સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના અધિકારીઓએ ગયા મહિને જ કહ્યું હતું કે કોંગો (MPOX થી સૌથી વધુ પ્રભાવિત દેશ)માં લગભગ 70 ટકા કેસ 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં નોંધાયા છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ આફ્રિકાના ઘણા વિસ્તારોમાં MPOX ના પ્રસાર અને વ્યાપને ધ્યાનમાં રાખીને બીજી વખત MPOX ને આંતરરાષ્ટ્રીય જાહેર આરોગ્ય કટોકટી (PHEIC) તરીકે જાહેર કરી છે.