Justnownews

વડાપ્રધાન મોદીના જન્મ દિવસ પર ફિલ્મી સીતારાઓએ વરસાવી શુભકામનાઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 74મા જન્મદિવસ પર  ફિલ્મ ઉદ્યોગ અગ્રણીઓએ તેમના પર શુભેચ્છાઓનો વરસાદ કર્યો છે. કંગના રનૌત, થલપતિ વિજય, ચીરંજીવી, સુનિલ શેટ્ટી, પવન કલ્યાણ, અનુપમ ખેર, જેકી શ્રોફ વગેરે વિશિષ્ટ શૈલીમાં જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમનો 74મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. સાઉથના સુપરસ્ટાર થાલાપતિ વિજય, પવન કલ્યાણ, ચિરંજીવી, બોલિવૂડ કલાકારો કંગના રનૌત, અનુપમ ખેર, સુનિલ શેટ્ટી, જેકી શ્રોફ વગેરેએ સોશિયલ મીડિયા પર વડાપ્રધાન માટે શુભેચ્છા પોસ્ટ શેર કરી છે.

થાલપતિ વિજયે જન્મદિવસની શુભેચ્છાઓ સાથે હૃદયપૂર્વકના સંદેશાની શરૂઆત કરી. તેણે સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું, “ભારતના માનનીય વડાપ્રધાનને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. હું તમારા સારા સ્વાસ્થ્ય, સુખ અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરું છું. અભિનેતા-રાજકારણીએ તેમના જન્મદિવસની પોસ્ટમાં પીએમ સાથે એક થ્રોબેક તસવીર શેર કરી.

પવન કલ્યાણે તેમના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી, જેમાં મોદી માટે તેમની પ્રશંસા અને શુભેચ્છાઓ વ્યક્ત કરી. “મારા પ્રેરણા, વિશ્વ નેતા, નિઃસ્વાર્થ કર્મયોગી, અજોડ પ્રતિભાશાળી, મહાન ભારતના શિલ્પકાર, માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi જીને તેમના જન્મદિવસ પર હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ. હું પ્રાર્થના કરું છું. ભગવાન વેંકટેશ્વર તમને હંમેશા સ્વસ્થ, સુરક્ષિત રાખે.

ચિરંજીવીએ લખ્યું કે, માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi જીને જન્મદિવસની શુભકામનાઓ ! તમે મહાન સ્વાસ્થ્યથી ભરપૂર લાંબુ આયુષ્ય મેળવો ! આપણા રાષ્ટ્રને વધુ ગૌરવ તરફ લઈ જવા માટે તમને વધુ શક્તિ મળે !!

Exit mobile version