SpaceX એ ISRO ના સેટેલાઈટ GSAT-N2 ને સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે. જે ભારત માટે સારા સમાચાર છે. આ ઉપગ્રહ ભારતમાં કોમ્યુનિકેશન સેવાઓમાં સુધારો કરશે અને હાઇ-સ્પીડ ડેટા ટ્રાન્સમિશન પ્રદાન કરશે. GSAT-N2 ફ્લોરિડાથી લોન્ચ કરવામાં આવ્યો હતો. ઈસરોએ સ્પેસએક્સના ફાલ્કન 9 રોકેટનો ઉપયોગ કર્યો હતો. આ પહેલીવાર છે જ્યારે ISRO એ SpaceX સાથે કામ કર્યું છે.
એલોન મસ્કની કંપની સ્પેસએક્સે ફ્લોરિડામાં કેનાવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી ISROના એડવાન્સ કોમ્યુનિકેશન સેટેલાઇટ GSAT-N2ને સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે. આ પ્રક્ષેપણ ભારતીય સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) અને SpaceX વચ્ચે વ્યાપારી સહયોગની શરૂઆત છે. સ્પેસએક્સ ફાલ્કન 9 રોકેટે GSAT-N2 ને ચોક્કસ ભ્રમણકક્ષામાં સ્થાપિત કર્યો. ઈસરોની ન્યુ સ્પેસ ઈન્ડિયા લિમિટેડે પ્રક્ષેપણની સફળતા વિશે માહિતી આપી છે.
આ સમગ્ર લોન્ચિંગ પ્રોગ્રામ 34 મિનિટ ચાલ્યો હતો. પછી ઉપગ્રહ અલગ થઈ ગયો અને પછી તેને ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યો. 4,700 કિગ્રા વજન ધરાવતો અને 14-વર્ષના મિશન માટે રચાયેલ, GSAT-20 એ સેટેલાઇટ કમ્યુનિકેશન ટેક્નોલોજીમાં એક મહત્વપૂર્ણ પગલું છે.
GSAT-N2, જેને GSAT-20 તરીકે પણ ઓળખવામાં આવે છે તે ISROના સેટેલાઇટ સેન્ટર અને લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ્સ સેન્ટર દ્વારા બનાવાયેલ એક સંચાર ઉપગ્રહ છે. ઉપગ્રહ કા-બેન્ડ હાઇ થ્રુપુટ સેટેલાઇટ (HTS) પેલોડથી સજ્જ છે. તે 48 Gbps ની ડેટા ટ્રાન્સમિશન ક્ષમતા પ્રદાન કરે છે. તેની પાસે 32 યુઝર બીમ છે, જેમાં ઉત્તર-પૂર્વ ક્ષેત્રમાં 8 સાંકડા સ્પોટ બીમ અને બાકીના ભારતમાં 24 પહોળા સ્પોટ બીમ છે.
આ 32 બીમ ભારતની મુખ્ય ભૂમિમાં સ્થિત હબ સ્ટેશનો દ્વારા સપોર્ટેડ હશે. ISROએ જણાવ્યું હતું કે મિડ-બેન્ડ HTS કોમ્યુનિકેશન્સ પેલોડ આશરે 48 Gbps પ્રદાન કરે છે.
Read Also PM Modi welcomed by Indian community in Brazil with Sanskrit prayers