Justnownews

ફ્રાન્સના આર્મ્ડ ફોર્સિસ મિનિસ્ટર સાથે ડોભાલની સૂચક મુલાકાત, મરિન જેટ ડીલ મુદ્દે ફાયનલ ચર્ચા કરાઈ

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે ફ્રાન્સની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ફ્રાન્સના સશસ્ત્ર દળોના પ્રધાન સેબેસ્ટિયન લેકોર્નુ સાથે મુલાકાત કરી. આ મુલાકાતમાં દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ, અવકાશ સહયોગ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક સંવાદ માટે ૨ દિવસીય ફ્રાન્સની મુલાકાતે છે. તેઓ ભૌગોલિક રાજકીય પડકારો વચ્ચે ફ્રેન્ચ સશસ્ત્ર દળોના પ્રધાન સેબેસ્ટિયન લેકોર્નુને મળ્યા.

નવી દિલ્હીમાં ફ્રેન્ચ દૂતાવાસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બંને પક્ષોએ વાટાઘાટો દરમિયાન દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગને વધુ ગાઢ બનાવવા અને અવકાશ સહયોગને આગળ વધારવા અંગે ચર્ચા કરી હતી.

NSA  ડોભાલે રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના રાજદ્વારી સલાહકાર ઈમેન્યુઅલ બોન સાથે પણ ચર્ચા કરી હતી. વાટાઘાટોમાં દ્વિપક્ષીય સહયોગ અને વ્યૂહાત્મક મહત્વના મુખ્ય ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા હતા, જેણે બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવ્યા છે.

ડોભાલની મુલાકાત ત્યારે થઈ જ્યારે તાજેતરમાં જ ફ્રાન્સની સરકારે 26 રાફેલ મરીન જેટ ડીલ અંગે ભારતને અંતિમ કિંમતનો પ્રસ્તાવ આપ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફ્રાન્સે ભારતને શ્રેષ્ઠ અને અંતિમ કિંમતની ઓફર આપી છે અને પ્રસ્તાવિત કોન્ટ્રાક્ટમાં વાટાઘાટો બાદ પ્રોજેક્ટમાં મોટી કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

Read Also Shigeru Ishiba Becomes Japan’s New PM, Third Prime Minister in Four Years


Exit mobile version