Justnownews

૭ રાજ્યોમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે થશે મહામુકાબલો, ૫ નવેમ્બરે થશે મતદાન

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ૫ નવેમ્બરે મતદાન થશે. વ્હાઇટ હાઉસની રેસમાં ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસ અને રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે જોરદાર ટક્કર છે. અમેરિકન પોલિટિક્સ એનાલિટિક્સ જણાવે છે કે વ્હાઇટ હાઉસમાં કોણ પહોંચશે તેનો મુખ્ય આધાર ૭ રાજ્યના મતદારોના મત દ્વારા પર રહેલો છે.

અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન આડે હવે માત્ર ૨ અઠવાડિયા બાકી છે. વ્હાઇટ હાઉસ માટે ૭ રાજ્યોમાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે કઠિન મુકાબલો છે. વોશિંગ્ટન પોસ્ટ/શાર સ્કૂલ પોલમાં ડેમોક્રેટિક હેરિસ જ્યોર્જિયામાં 51 થી 47 પર આગળ છે. જ્યારે રિપબ્લિકન ટ્રમ્પ એરિઝોનામાં 46ની સામે 49 પોઈન્ટ સાથે આગળ છે. બંને તારણોમાં પ્લસ અથવા માઈનસ 4.5 ટકાનું માર્જિન છે.

બાઈડેન રેસમાંથી ખસી ગયા બાદ ડેમોક્રેટિક ઉમેદવાર બનેલા હેરિસને પેન્સિલવેનિયા, મિશિગન અને વિસ્કોન્સિનમાં પણ લીડ મળી છે. ઉત્તર કેરોલિનામાં ટ્રમ્પ આગળ છે, જ્યારે નેવાડામાં તેઓ હેરિસ સાથે 48-48ના માર્જિનથી બરાબરી પર છે.

78 વર્ષીય ટ્રમ્પ સતત ત્રીજી વખત વ્હાઇટ હાઉસ માટે દાવો કરી રહ્યા છે. 2020ની યુએસ ચૂંટણીમાં તેમને બાઈડેન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. હાર બાદ તેમણે મતદારો પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. ચૂંટણી પરિણામોને ઉથલાવી દેવાના પ્રયાસના સંબંધમાં તે ફેડરલ અને રાજ્ય ફોજદારી આરોપોનો સામનો કરી રહ્યા છે.

Read Also India-Canada Relations: Trudeau Faces Criticism in Canada, Even Iranian Journalist Questions Him

Exit mobile version