ચૂંટણી પરિણામો બાદ પ્રથમવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઈડેન વચ્ચે થઈ સૂચક મુલાકાત
વ્હાઇટ હાઉસમાં બાઈડેને ટ્રમ્પનું સ્વાગત કર્યું અને બંને નેતાઓએ હાથ મિલાવ્યા. બેઠક દરમિયાન, બંને નેતાઓએ અમેરિકન પરંપરા અનુસાર સત્તાના સરળ હસ્તાંતરણ માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ 2020ની રાષ્ટ્રપતિની ચૂંટણી પછી જો બાઈડેનને મળ્યા ન હતા.
રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા બાદ પ્રથમવાર ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસની ઓવલ ઓફિસ પહોંચ્યા અને રાષ્ટ્રપતિ જો બાઈડેનને મળ્યા હતા. બાઈડેને ટ્રમ્પનું સ્વાગત કર્યું અને બંને નેતાઓએ હાથ મિલાવ્યા. બેઠક દરમિયાન, બંને નેતાઓએ અમેરિકન પરંપરા અનુસાર સત્તાના સરળ હસ્તાંતરણ માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
બાઈડેને ટ્રમ્પને તેમની જીત પર અભિનંદન આપ્યા અને કહ્યું કે તેઓ સત્તાના સરળ હસ્તાંતરણની રાહ જોઈ રહ્યા છે. યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ પરંપરાગત રીતે નવા ચૂંટાયેલા નેતાને વ્હાઇટ હાઉસમાં મળે છે. આ સત્તાના શાંતિપૂર્ણ સ્થાનાંતરણનો પરંપરાગત ભાગ છે.
જોકે ચાર વર્ષ પહેલા ટ્રમ્પે પોતે તેમાં ભાગ લેવાનો ઈન્કાર કરી દીધો હતો. ડોનાલ્ડ ટ્રમ્પ 2020ની રાષ્ટ્રપતિની ચૂંટણી પછી જો બિડેનને મળ્યા ન હતા. ટ્રમ્પે 20 જાન્યુઆરી, 2021 ના રોજ જો બિડેનના શપથ ગ્રહણ સમારોહમાં પણ હાજરી આપી ન હતી.
Read Also Why Israel is Struggling Against Hamas: A Year After the Conflict Began