દેવરા પાર્ટ-૧ હાઈએસ્ટ ઓપનિંગ કરનાર પ્રથમ તેલુગુ ફિલ્મ બની, પ્રભાસની કલ્કી ૨૮૯૮ એડીથી આગળ
જુનિયર એનટીઆરની તાજેતરની રિલીઝ દેવરા પાર્ટ-૧ એ કલ્કિ 2898 એડીને પાછળ છોડીને તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વર્ષની સૌથી મોટી ઓપનર બની છે. કોરાતલા સિવા દ્વારા નિર્દેશિત ફિલ્મ 27 સપ્ટેમ્બરના રોજ થીયેટરમાં રિલીઝ થઈ છે.
કોરાતાલા સિવા દ્વારા દિગ્દર્શિત દેવરા પાર્ટ-૧ રિલીઝ થતાની સાથે જ છવાઈ ગઈ છે. તેલુગુ સુપરસ્ટાર જુનિયર એનટીઆરની આ ફિલ્મે એડવાન્સ બુકિંગે પણ તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. ભારતમાં પ્રથમ દિવસે 40 કરોડની કુલ કમાણી કરી છે. વિશ્વભરમાં, ફિલ્મનું પ્રી-સેલ્સ 75 કરોડને વટાવી ગયું છે. જે ભારતીય ફિલ્મની સૌથી મોટી ઓપનિંગ પૈકીની એક છે.
આ રેકોર્ડને લીધે તેલુગુ માર્કેટમાં સૌથી વધુ ઓપનરનું બિરુદ મેળવતા દેવરા- પાર્ટ-૧એ કલ્કિ 2898 ADને પાછળ છોડી દીધી છે. ઈન્ડસ્ટ્રીના ટ્રેકર સેકનિલ્કના જણાવ્યા અનુસાર, ફિલ્મે શુક્રવારે જ 70 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. એનટીઆર આર્ટસ અને યુવાસુધા આર્ટ્સના બેનર હેઠળ કોસારાજુ હરિ કૃષ્ણ અને સુધાકર મિક્કિલિનેની દ્વારા નિર્મિત, ફિલ્મની એકંદર કમાણી રૂ. 77 કરોડ હતી.
દેવરા પાર્ટ-૧ની કમાણી વિવિધ ટેરેટરીમાં આ પ્રમાણે છે. તેલુગુમાંથી રૂ. 68.6 કરોડ, હિન્દીમાંથી રૂ. 7 કરોડ, કન્નડમાંથી રૂ. 30 લાખ , તમિલમાંથી રૂ. 80 લાખ અને મલયાલમમાંથી રૂ. 30 લાખ. ફિલ્મે તેના શરૂઆતના દિવસે તેલુગુ સિનેમાઘરોમાં પ્રભાવશાળી 79.56% કબજો કર્યો હતો.