Justnownews

આંધ્રપ્રદેશના વિજયવાડાના દુર્ગા મંદિરમાં શુદ્ધિકરણ કરાયું, નાયબ મુખ્યપ્રધાન પવનકલ્યાણે આપી હાજરી

તિરુપતી મંદિરના પ્રાસદમાં ભેળસેળની ઘટના બાદ આંધ્રપ્રદેશના નાયબ મુખ્યપ્રધાન પવન કલ્યાણે તપસ્યાની દીક્ષા લીધી છે. આના ભાગરૂપે, તેમણે વિજયવાડામાં દેવી કનકદુર્ગાના નિવાસસ્થાન ઈન્દ્રકીલાદ્રી મંદિર પર આવેલા કનકદુર્ગા મંદિરમાં શુદ્ધિકરણની વિધિ કરી હતી.

આંધ્રપ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન પવન કલ્યાણે તિરુપતી મંદિરના પ્રસાદ લાડુની ભેળસેળની ઘટનાને પગલે તપસ્યાના ભાગરૂપે વિજયવાડાના દુર્ગા મંદિરમાં શુદ્ધિકરણની વિધિ કરી હતી. આ મંદિરમાં સ્થાનિક અધિકારીઓએ પવન કલ્યાણનું મંદિરમાં આગમન પર ઉષ્માભર્યું સ્વાગત કર્યું.

નાયબ મુખ્યપ્રધાન પવન કલ્યાણે દુર્ગા મંદિરના પગથિયાં સાફ કર્યા અને ધાર્મિક વિધિના ભાગરૂપે હળદર અને કુમકુમનો લેપ લગાવ્યો હતો. વૈદિક સ્તોત્રોના મંત્રોચ્ચાર વચ્ચે ધાર્મિક વિધિ હાથ ધરવામાં આવી હતી. સાંસદ કેસિનેની શિવનાથ (ચિન્ની), બાલાશૌરી, એમએલસી હરિપ્રસાદ અને અન્ય નાયબ મુખ્યમંત્રીની સાથે હતા.

ઉલ્લેખનીય છે કે પવન કલ્યાણ પ્રયાસચિત્ત દીક્ષાના ભાગરૂપે 1 ઓક્ટોબરે તિરુપતીથી તિરુમાલા સુધી અલીપિરી માર્ગ પર ચાલશે. 2 ઓક્ટોબરે સવારે ભગવાન વેંકટેશ્વરના દર્શન કર્યા બાદ તેમની આ દીક્ષા સંપન્ન થશે.

Exit mobile version