Justnownews

દેવાળિયા પાકિસ્તાને ફરીથી રોદણાં રોયા, ચીન પાસેથી લેશે ૧૧૭ અબજ રૂપિયાની લોન

પાકિસ્તાને લોન ચૂકવવા માટે 4.7 અબજ ડોલરની ચીનની વેપાર સુવિધાનો ઉપયોગ કરી લીધો છે. હવે પાકિસ્તાને ચીનને 10 અબજ યુઆન (1.4 અબજ ડોલર અથવા 117.70 અબજ ભારતીય રૂપિયા)ની વધારાની લોન આપવા વિનંતી કરી છે. હાલનું ચીનનું દેવું એક પ્રકારે પાકિસ્તાનની સેન્ટ્રલ બેંકના $11 બિલિયન ફોરેન એક્સચેન્જ રિઝર્વનો એક ભાગ છે.

China Dragon

જિન્નાહનો દેશ પાકિસ્તાન ચીની ડ્રેગનના દેવાની જાળમાં વધુ ફસાતો જાય છે. ગરીબીમાં ડૂબેલું પાકિસ્તાન ફરી એકવાર ચીનના દરવાજે પહોંચ્યું છે અને પોતાને બચાવવા માટે મદદ માંગી છે. પાકિસ્તાને ચીનને 10 અબજ યુઆન (1.4 અબજ ડોલર અથવા 117.70 અબજ ભારતીય રૂપિયા)ની વધારાની લોન આપવા વિનંતી કરી છે.

પાકિસ્તાની મીડિયા આઉટલેટ ટ્રિબ્યુને તેના અહેવાલમાં આ અંગેની માહિતી આપી છે. પાકિસ્તાનના નાણા મંત્રી મુહમ્મદ ઔરંગઝેબે વોશિંગ્ટનમાં ચીનના નાણામંત્રી લિયાનો મિન સાથે મુલાકાત કરી અને ચીની પક્ષને કરન્સી સ્વેપ એગ્રીમેન્ટ હેઠળ મર્યાદા વધારીને 40 અબજ યુઆન કરવા વિનંતી કરી.

ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, જો ચીન આ વિનંતીને સ્વીકારે છે, તો કુલ સુવિધા લગભગ $5.7 બિલિયન થશે. પાકિસ્તાન તેના દેવું ચૂકવવા માટે 30 બિલિયન યુઆન ($4.7 બિલિયન)ની ચીની વેપાર સુવિધાનો ઉપયોગ કરી ચૂક્યું છે. તે હવે વધારાના 10 બિલિયન યુઆન ($1.4 બિલિયન) દ્વારા સુવિધાને વિસ્તૃત કરવા માંગે છે. હાલની $4.3 બિલિયન સુવિધા પાકિસ્તાનની સેન્ટ્રલ બેંક સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનના વિદેશી વિનિમય અનામતનો એક ભાગ છે, જે લગભગ $11 બિલિયન છે.

આ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાને આવી માંગ કરી હોય. રોકડની તંગીનો સામનો કરી રહેલા દેશે અગાઉ પણ દેવાની મર્યાદા વધારવાની માગણી કરી હતી, પરંતુ ચીને આવી અપીલોને ફગાવી દીધી છે. અત્રે નોંધનીય છે કે પાકિસ્તાને 4.3 બિલિયન ડોલરની સુવિધા લંબાવવાના બે અઠવાડિયા પછી આ નવી વિનંતી કરી છે.

ચીનના વડાપ્રધાનની તાજેતરની મુલાકાત દરમિયાન પાકિસ્તાનની લોનની ચુકવણીની અવધિ 2027 સુધી લંબાવવામાં આવી હતી. પાકિસ્તાનના નાણાં મંત્રાલયે નવી વિનંતી પાછળના કારણોની સ્પષ્ટતા કરી નથી, પરંતુ અહેવાલો સૂચવે છે કે દેશને કેટલીક વર્તમાન લોનની ચુકવણી પર સંકટને કારણે વધારાની નાણાકીય સહાય મેળવવાની ફરજ પડી છે.

પાકિસ્તાન અને ચીન વચ્ચે દ્વિપક્ષીય વેપાર અને સીધા વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવા માટે સ્ટેટ બેંક ઑફ પાકિસ્તાન અને પીપલ્સ બેંક ઑફ ચાઇનાએ ડિસેમ્બર 2011માં દ્વિપક્ષીય ચલણ નિયમન કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

Read Also Why Israel is Struggling Against Hamas: A Year After the Conflict Began

Exit mobile version