38°C
November 21, 2024
Entertainment

‘એક સમયે માત્ર એક જ મહિલાને ડેટ કરો’- આવી સલાહ શત્રુઘ્ન સિંહાને કોણે આપી હતી? કપિલના શોમાં સિંહા ફેમિલીની મજાક મસ્તી

  • November 21, 2024
  • 1 min read
‘એક સમયે માત્ર એક જ મહિલાને ડેટ કરો’- આવી સલાહ શત્રુઘ્ન સિંહાને કોણે આપી હતી? કપિલના શોમાં સિંહા ફેમિલીની મજાક મસ્તી

‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો સીઝન 2’ માં શત્રુઘ્ન સિન્હા તેના પરિવાર સાથે જોવા મળવાના છે. પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે ધર્મેન્દ્રએ તેમને ડેટિંગ ગર્લ્સને લઈને કઈ સલાહ આપી હતી.

ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો સીઝન 2નો આગામી એપિસોડ સ્ટાર્સનો હશે. શત્રુઘ્ન સિંહા અને તેનો પરિવાર શોમાં આવવાના છે. અભિનેતા સાથે પુત્રી સોનાક્ષી સિન્હા અને જમાઈ ઝહીર ઈકબાલ પણ જોવા મળશે. પ્રોમોમાં, સોનાક્ષી કપિલને મજાકમાં કહે છે, ‘જો તમારે લગ્ન કરવા હોય તો કપિલ શર્માના શોમાં આવો અને તેને ભૈયા કહીને બોલાવો‘.

તમને જણાવી દઈએ કે, છેલ્લીવાર જ્યારે સોનાક્ષી હીરામંડીના પ્રમોશન દરમિયાન શોમાં આવી હતી, ત્યારે કપિલે તેને કહ્યું હતું કે તેની સહ-અભિનેત્રીઓ આલિયા ભટ્ટ અને કિયારા અડવાણી હવે પરિણીત છે. તેના જવાબમાં સોનાક્ષીએ કહ્યું કે તે લગ્ન કરવા માટે કેટલી ઉત્સાહિત છે. એક મહિના પછી સોનાક્ષીએ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યા.

શોમાં શત્રુઘ્ન સિન્હાએ ધર્મેન્દ્રની સલાહને યાદ કરીને એક રમુજી કિસ્સો શેર કર્યો અને કહ્યું કે, ધર્મેન્દ્રએ મને એકવાર કહ્યું હતું, ‘ દોસ્ત, તું ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો એક ભાગ છે, ઘણી છોકરીઓ તારા માટે પાગલ છે. ‘એક સમયે એક મહિલાને ડેટ કરો.’ જમાઈ ઝહીર ઈકબાલે મજાકમાં કહ્યું, ‘મને લાગ્યું કે આ ફેમિલી શો છે. પણ આ શું થઈ રહ્યું છે?’

Read Also Amitabh Bachchan Reveals Why He Regrets Having Abhishek on KBC 16

About Author

Hardik

Hardik Prajapati is an esteemed author at Justnownews, known for his insightful and engaging writing on current events and emerging trends. With a keen eye for detail and a passion for uncovering the nuances behind the headlines, Hardik brings a fresh perspective to his articles, making complex topics accessible and interesting to readers. His work often reflects a commitment to in-depth analysis and thoughtful commentary, ensuring that his audience stays well-informed and engaged with the latest news developments.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *