Justnownews

હરિયાણામાં કોંગ્રેસને નુકસાન, કુમારી શૈલજાએ ચૂંટણી પ્રચારથી દૂર રહેતા તર્ક-વિતર્ક શરૂ થયા

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં અત્યારે દરેક પક્ષ ધુંવાધાર પ્રચાર કરી રહ્યો છે. જો કે આ પ્રચારમાં કોંગ્રેસને મોટું નુકસાન થયું છે. કોંગ્રેસના સાંસદ અને દલિત નેતા કુમારી શૈલજાએ ચૂંટણી પ્રચારથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે.

હરિયાણા વિધાનસભા ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ છે. જો કે કોંગ્રેસ સાંસદ શૈલજાની નારાજગી કોંગ્રેસને મોંઘી પડી શકે છે. ભાજપે પણ શૈલજા અને કોંગ્રેસ વચ્ચેના વિખવાદમાં નિવેદન આપીને બળતામાં ઘી હોમ્યું છે.

હરિયાણામાં કોંગ્રેસ સાંસદ શૈલજા એક અઠવાડિયાથી પાર્ટી પ્રચારથી દૂર છે. તે ઘરે પોતાના સમર્થકોને મળી રહી છે, પરંતુ કોઈ વિસ્તારમાં જઈ રહી નથી. 13 સપ્ટેમ્બરે કુમારી શૈલજાએ એક વીડિયો તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કર્યો હતો. એક અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ આ પછી, શૈલજા ન તો સોશિયલ મીડિયા પર સક્રિય છે કે ન તો હરિયાણા માટે પ્રચાર કરવા માટે રસ્તાઓ પર જોવા મળી રહ્યા છે.

કોંગ્રેસ અને શૈલજાના વિવાદમાં ભાજપે નિવેદન કર્યુ છે.  ભાજપ કહે છે કે જો કોંગ્રેસ દલિત દીકરી શૈલજાનું સન્માન નથી કરી શકતી તો રાજ્યના બાકીના દલિતોનું શું કરશે.  શૈલજાની નારાજગીના સમાચારથી હરિયાણાના ચૂંટણી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

Exit mobile version