પશુ સંગઠન PETA ઈન્ડિયાએ બિગ બોસ 18ના નિર્માતાઓને શોમાંથી ગધેડાને દર્શાવવા પર વાંધો ઉઠાવ્યો છે. PETA દ્વારા મેકર્સને ગધેડાને શોમાંથી હટાવવા કહેવાયું છે.
બિગ બોસ 18ને કંઈક અલગ બનાવવા માટે આ વખતે મેકર્સે ગધેડાની મદદ લીધી છે. બિગ બોસ 18ના સ્પર્ધકો ગધરાજ સાથે તેમની દિલની લાગણીઓ શેર કરી રહ્યા છે. કેટલાક દર્શકોને બિગ બોસની આ નવી યુક્તિ પસંદ આવી રહી છે જ્યારે કેટલાક એવા છે જેમને તે રમુજી નથી લાગી.
બિગ બોસ 18 6 ઓક્ટોબરે શરૂ થયો હતો અને હવે ધ પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ (PETA) એ શોમાં પ્રાણીઓના ઉપયોગ સામે વાંધો ઉઠાવ્યો છે. PETAએ બિગ બોસના મેકર્સને શોમાંથી ગધેડાને હટાવવા નિર્માતાઓને લેખિત પત્ર પણ મોકલ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, PETA ઈન્ડિયાની ટીમે પોતાના પત્રમાં લખ્યું છે કે, ‘અમને ઘણા લોકોની ફરિયાદો મળી છે, જેમાં તેમણે ગધરાજને શોમાંથી હટાવવાની વિનંતી કરી છે, લોકોનું કહેવું છે કે સલમાન ખાનના શોને મનોરંજક બનાવવા માટે કોઈપણ પ્રાણીનો ઉપયોગ કરવો તે યોગ્ય નથી. તેમાં આગળ લખવામાં આવ્યું છે કે, ‘આનાથી ઘણી સમસ્યાઓ થશે, એડવોકેટ ગુણરત્ન સદાવર્તેને મેક્સ ગધેડો PETA ઇન્ડિયાને સોંપવા માટે વિનંતી કરી છે.
તમને જણાવી દઈએ કે, આ ગધેડો એડવોકેટ ગુણરત્ન સદાવર્તેનું છે. ગધેડાનું અસલી નામ મેક્સ છે, જે બિગ બોસ 18નો ભાગ છે. ગધરાજને બિગ બોસ 18ના ઘરના ગાર્ડન એરિયામાં રાખવામાં આવ્યો છે અને ઘરના સભ્યોને પણ તેના વિશે સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે.