આજે જયપુરમાં સૈનિક સ્કૂલના ઉદ્ઘાટન સમારોહમાં હાજર કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે દેશના વિકાસ માટે ખાનગી ક્ષેત્રને મહત્વપૂર્ણ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે આજે દેશની અર્થવ્યવસ્થામાં ખાનગી ક્ષેત્રનું સૌથી મોટું યોગદાન છે.
કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે જયપુરના પ્રવાસે છે. તેમણે જયપુરમાં એક સૈનિક સ્કૂલનું લોકાર્પણ કર્યુ હતું. તેમણે આ પ્રસંગે દેશની અર્થવ્યવસ્થામાં ખાનગી ક્ષેત્રનું સૌથી મોટું યોગદાન છે તેમ જણાવ્યું હતું.
રાજનાથ સિંહે PPP મોડની વ્યાખ્યામાં આવેલ પરિવર્તન જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આજે PPP મોડની ભૂમિકા બદલાઈ ગઈ છે. અત્યાર સુધી તેને પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ કહેવામાં આવતું હતું, પરંતુ હવે તેને પ્રાઈવેટ પબ્લિક પાર્ટનરશીપ કહેવું વધુ યોગ્ય છે, કારણ કે આજે જાહેર ક્ષેત્ર કરતા ખાનગી ક્ષેત્રની ભૂમિકા વધુ બની ગઈ છે. દેશની અર્થવ્યવસ્થામાં ખાનગી ક્ષેત્રનો સૌથી મોટો ફાળો છે.
અહીં ઉદ્ઘાટન બાદ અનેક લોકોએ પોતાની માંગણીઓને લઈને રાજનાથ સિંહને મળવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ દરમિયાન એક કેડેટે તેની માતાના ટ્રાન્સફર માટે રક્ષા મંત્રીની સુરક્ષા કોર્ડન તોડી નાખી હતી. આવી સ્થિતિમાં સુરક્ષાકર્મીઓએ તેને પાછળ ધકેલી દીધો હતો.કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે જયપુરના પ્રવાસે છે. તેમણે જયપુરમાં એક સૈનિક સ્કૂલનું લોકાર્પણ કર્યુ હતું. તેમણે આ પ્રસંગે દેશની અર્થવ્યવસ્થામાં ખાનગી ક્ષેત્રનું સૌથી મોટું યોગદાન છે તેમ જણાવ્યું હતું.
રાજનાથ સિંહે PPP મોડની વ્યાખ્યામાં આવેલ પરિવર્તન જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આજે PPP મોડની ભૂમિકા બદલાઈ ગઈ છે. અત્યાર સુધી તેને પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ કહેવામાં આવતું હતું, પરંતુ હવે તેને પ્રાઈવેટ પબ્લિક પાર્ટનરશીપ કહેવું વધુ યોગ્ય છે, કારણ કે આજે જાહેર ક્ષેત્ર કરતા ખાનગી ક્ષેત્રની ભૂમિકા વધુ બની ગઈ છે. દેશની અર્થવ્યવસ્થામાં ખાનગી ક્ષેત્રનો સૌથી મોટો ફાળો છે.
અહીં ઉદ્ઘાટન બાદ અનેક લોકોએ પોતાની માંગણીઓને લઈને રાજનાથ સિંહને મળવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ દરમિયાન એક કેડેટે તેની માતાના ટ્રાન્સફર માટે રક્ષા મંત્રીની સુરક્ષા કોર્ડન તોડી નાખી હતી. આવી સ્થિતિમાં સુરક્ષાકર્મીઓએ તેને પાછળ ધકેલી દીધો હતો.