Justnownews

હરિયાણામાં કોંગ્રેસ હારને પચાવી ન શકી, ભાજપ પર કર્યા આકરા વાકપ્રહાર

હરિયાણા ચૂંટણીના પરિણામો પર કોંગ્રેસ પાર્ટીએ આકરી પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસે ફરી એકવાર EVM પર સવાલ ઉઠાવ્યા છે. પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે તેમની પાસે હરિયાણાની ચૂંટણીને લઈને ઘણી ફરિયાદો છે અને EVMનો પ્રશ્ન પણ છે, જેના પર ચર્ચા કરવાની જરૂર છે.

કોંગ્રેસને જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ સાથેનું ગઠબંધન ફળ્યું છે. જો કે હરિયાણામાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર કોંગ્રેસ પચાવી શકી નથી. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જયરામ રમેશ અને પવન ખેરાએ પ્રેસ કોન્ફરન્સ કરીને હારનું ઠીકરૂ  EVM પર ફોડ્યું છે. કોંગ્રેસ હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામોને લઈને ચૂંટણી પંચમાં ફરિયાદ પણ કરવાની છે.

કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે, તેમની પાસે હરિયાણાની ચૂંટણીને લઈને ઘણી ફરિયાદો છે અને EVMનો પ્રશ્ન પણ છે, જેના પર ચર્ચા કરવાની જરૂર છે. હરિયાણાની ચૂંટણીમાં પરિણામ એવા નહોતા જે ગ્રાઉન્ડ લેવલ પર જોવા મળ્યા હતા, તેથી અમે ફરિયાદ લઈને ચૂંટણી પંચ પાસે જઈશું.

જયરામ રમેશે આગળ કહ્યું કે, હરિયાણા ચૂંટણીને લઈને જે પણ વિશ્લેષણ કરવું પડશે, અમે ચોક્કસ કરીશું, પરંતુ અમારી પાર્ટીના કાર્યકર્તાઓએ અહીં મોટી સંખ્યામાં ફરિયાદો કરી છે. અમે એક સમિતિ બનાવીને તમામ મુદ્દા એકત્રિત કરીશું.

કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ કહ્યું કે, હરિયાણામાં લોકતંત્ર હારી ગયું છે અને ત્યાં સિસ્ટમની જીત થઈ છે. તેમણે કહ્યું કે અમે આ હાર સ્વીકારી શકતા નથી, અમે ઘણી ફરિયાદો એકત્રિત કરી છે, અને ઘણી વધુ ફરિયાદો એકઠી કરી રહ્યા છીએ, તે પછી અમે ચૂંટણી પંચ પાસે જઈશું. હરિયાણામાં જે પ્રકારના ચૂંટણી પરિણામો આવ્યા છે તે જોઈને આપણે બધા ચોંકી ગયા છીએ, તેથી તેને સ્વીકારી શકાય નહીં.

Read Also Jammu Kashmir Election Results 2024: BJP and NC Win Two Seats Each in First Four Results

Exit mobile version