અબજો રૂપિયાની કિંમતનો આ ખજાનો 300 વર્ષ પહેલાં સ્પેનિશ જહાજ સેન જોસ સાથે સમુદ્રમાં ડૂબી ગયો હતો. દરિયામાં પડેલા અબજો રૂપિયાના ખજાનાને લઈને કાનૂની લડાઈ સઘન બની રહી છે. ૧૮ અબજ ડોલર્સના દરિયાઈ ખજાના માટે કોલંબિયા, બોલિવિયા, સ્પેન અને પેરૂ દેશના વિખવાદ પર સમગ્ર વિશ્વની નજર છે.
300 વર્ષ પહેલાં સ્પેનિશ જહાજ સેન જોસ સાથે સમુદ્રમાં ડૂબી ગયું હતું. આ જહાજમાં કહેવાય છે કે ૧૮ અબજ અમેરિકન ડોલર્સ જેટલો ખજાનો છે. આ જહાજનો કાટમાળ વર્ષ 2015માં મળી આવ્યો હતો. આ કાટમાળ દરિયામાં લગભગ ૯૫૦ મીટરની ઉંડાઈએ મળી આવ્યો હતો. આ ખજાના પર કબ્જો જમાવવા માટે કોલંબિયા, બોલિવિયા, સ્પેન અને પેરૂ દેશ બાખડી રહ્યા છે.
આ સ્પેનિશ જહાજ સેન જોસ કોલંબિયાના દરિયાકાંઠે કિંમતી સામાન સાથે ડૂબી ગયું હતું. દરિયામાં પડેલા અબજો રૂપિયાના ખજાનાને લઈને કાનૂની લડાઈ અને સુનાવણી તેજ બની રહી છે. અબજો રૂપિયાની કિંમતનો આ ખજાનો 300 વર્ષ પહેલાં સ્પેનિશ જહાજ સેન જોસ સાથે સમુદ્રમાં ડૂબી ગયો હતો.
કોલંબિયાના દરિયાકાંઠે બ્રિટિશ દળો દ્વારા કરાયેલ હુમલામાં સેન જોસ ડૂબી ગયું હતું. આ જહાજમાં અબજો ડોલરના સોના, ચાંદી અને નીલમણિ જેવા રત્નો હતા. સેન જોસને વિશ્વનું સૌથી મૂલ્યવાન જહાજ માનવામાં આવે છે. જેમણે તેની શોધ કરી છે તેઓ માને છે કે આ કાટમાળ લગભગ 18 અબજ યુએસ ડોલરની કિંમતનો હોઈ શકે છે.આ જહાજના કાટમાળની શોધ થયાને લગભગ એક દાયકા જેટલો સમય થઈ ગયો છે પરંતુ આ ખજાનાનો માલિક કોણ છે અને તેના કાટમાળનું શું કરવું જોઈએ તે અંગે ચર્ચા હજુ પણ ચાલુ છે. કોલંબિયા અને સ્પેને તેને પોતાનો દાવો કર્યો છે, જ્યારે અમેરિકન કંપની અને દક્ષિણ અમેરિકાના સ્વદેશી જૂથોએ પણ તેનો દાવો કર્યો છે. કોલંબિયા અને અમેરિકાએ આ અંગે લાંબી કાનુની લડાઈ લડી છે અને હાલમાં આ કેસ હેગની પરમેનન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશન સમક્ષ છે.
Read Also Iran Israel Crisis: Iran Responds to Missile Strikes on Israel