Justnownews

કોર્ટ માસ્ટર પાસેથી વકીલે માહિતી લેતા સીજેઆઈ ચંદ્રચુડ ભડક્યા, તમારી હિંમત કેવી રીતે થઈ?

મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે કોર્ટ માસ્ટર પાસેથી આદેશ વિશે માહિતી લેનાર વકીલને ઠપકો આપ્યો હતો. મુખ્ય ન્યાયાધીશે વકીલોને કોર્ટની આમન્યા જાળવવા અપીલ કરી હતી અને ભવિષ્યમાં આવા કૃત્યો ન કરવા ચેતવણી આપી હતી. આ પહેલા પણ સીજેઆઈ વકીલોને અભદ્ર વર્તન માટે ઠપકો આપી ચૂક્યા છે.

વકીલોના અભદ્ર વ્યવહાર પર ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા ચંદ્રચુડ અવારનવાર ટકોર કરતા રહે છે. આ વખતે તો સીજેઆઈએ પીત્તો ગુમાવ્યો અને વકીલની ઝાટકણી જ કાઢી નાખી. વકીલે કોર્ટ માસ્ટર પાસેથી ડીટેલ્સ મેળવી હતી તેથી ચંદ્રચુડ ભડક્યા હતા.

મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે કોર્ટ માસ્ટર પાસેથી આદેશ વિશે માહિતી લેનાર વકીલને ઠપકો આપ્યો હતો. મુખ્ય ન્યાયાધીશે વકીલોને કોર્ટની આમન્યા જાળવવા અપીલ કરી હતી અને ભવિષ્યમાં આવા કૃત્યો ન કરવા ચેતવણી આપી હતી. આ પહેલા પણ સીજેઆઈ વકીલોને અભદ્ર વર્તન માટે ઠપકો આપી ચૂક્યા છે.

સુપ્રીમ કોર્ટમાં એક વકીલને ઠપકો આપ્યો હતો. કોર્ટમાં વકીલને ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની નારાજગીનો સામનો કરવો પડ્યો જ્યારે તેણે કહ્યું કે તેણે કોર્ટ માસ્ટર પાસેથી કોર્ટના આદેશ વિશે માહિતી લીધી છે. ચીફ જસ્ટિસે કડક ઝાટકણી કાઢી અને કહ્યું કે વકીલોએ કોર્ટની આમન્યાનું ધ્યાન રાખવું જોઈએ.

હકીકતમાં, જ્યારે સુપ્રીમ કોર્ટમાં એક વકીલે કહ્યું કે તેણે કોર્ટ માસ્ટર પાસેથી આદેશ વિશે માહિતી લીધી છે, ત્યારે ચીફ જસ્ટિસ ચંદ્રચુડ ગુસ્સે થઈ ગયા. તેણે કહ્યું, ‘કોર્ટ માસ્ટરને પૂછવાની તમારી હિંમત કેવી રીતે થઈ કે મેં કોર્ટમાં શું આદેશ આપ્યો? કાલે તમે મારા ઘરે આવશો અને મારા અંગત સચિવને પૂછશો કે હું શું કરું છું? વકીલોને કંઈ સમજ છે કે નહીં ?

Read Also Big Discount on Khadi Products for Next 108 Days in UP Khadi Ashrams, Announces CM Yogi Adityanath

Exit mobile version