Justnownews

‘સિટાડેલ 2’નો સીન લીક થયો, રિલીઝ પહેલા જ સીન લીક થવાનો સીલસીલો યથાવત

દેશી ગર્લ પ્રિયંકા ચોપરાની આગામી સિરીઝ ‘સિટાડેલ 2’ના શૂટિંગનો એક ભાગ લીક થઈ ગયો છે. લીક થયેલી ક્લિપમાં પ્રિયંકા એક પ્રખ્યાત હોલીવુડ સ્ટાર સાથે એક સીન શૂટ કરતી જોવા મળી રહી છે. તાજેતરમાં જ રજનીકાંતની કુલી અને ઋત્વિકની વોર-૨નો સીન લીક થતા ચકચાર મચી ગઈ હતી.

પ્રિયંકા ચોપરા આ દિવસોમાં ‘સિટાડેલ’ સીઝન 2ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ સીરીઝના સેટ પરથી એક સીન સોશિયલ મીડિયા પર લીક થયો છે, જેમાં પ્રિયંકા અને હોલીવુડ સ્ટાર સ્ટેનલી ટોક્સી જોવા મળી રહ્યા છે.

એક ઇન્સ્ટાગ્રામ યુઝરે પોતાના હેન્ડલ પર સિટાડેલસીઝન 2ના શૂટિંગનો વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયોમાં પ્રિયંકા ગુસ્સામાં ભાગતી જોવા મળી રહી છે, જ્યારે સ્ટેનલી તેની પાછળ લંડનની સડકો પર દોડી રહ્યો છે. આ પછી પ્રિયંકા અને સ્ટેનલી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ છે. ડિરેક્ટરે કટકહ્યું કે તરત જ પ્રિયંકા અને સ્ટેનલી હસવા લાગ્યા.

Read Also Is Bachchan Family Ignoring Aishwarya Rai Bachchan? Simi Garewal Reacts

Exit mobile version