ચુલબુલો રણવીર સિંહ તેની અડધી ઉંમરની એક્ટ્રેસ સાથે રોમાન્સ કરશે
રણવીર સિંહ ‘ઉરી’ના નિર્દેશક સાથે એક ફિલ્મ કરી રહ્યો છે, જેમાં તે તેનાથી અડધી ઉંમરની અભિનેત્રી સાથે રોમાન્સ કરતો જોવા મળશે. આ ફિલ્મમાં રણવીર સિંહ અભિનેત્રી સારા અર્જુન સાથે રોમાન્સ કરતો જોવા મળશે. રણવીર અને સારાની ઉંમરમાં 20 વર્ષનું અંતર છે.
રણવીર સિંહ તાજેતરમાં પિતા બન્યો છે. તે હાલમાં ફિલ્મોથી દૂર છે. રણવીર સિંહ પાસે ઉરીના દિગ્દર્શક આદિત્ય ધરની એક અનટાઈટલ ફિલ્મ છે. આ ફિલ્મનું એક મોટું અપડેટ સામે આવ્યું છે. રણવીર સિંહ આ ફિલ્મમાં પોતાની અડધી ઉંમરની અભિનેત્રી સાથે રોમાન્સ કરશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર સારાએ ચાઈલ્ડ સ્ટાર તરીકે ફિલ્મોની દુનિયામાં એન્ટ્રી કરી હતી. હવે તે રણવીર સિંહની અનામી ફિલ્મમાં જોવા મળશે. સારાએ મણિરત્નમની ફિલ્મ પોનીયિન સેલ્વનમાં ઐશ્વર્યા રાયની બાળપણની ભૂમિકા ભજવી હતી. સારા રણવીર સિંહની ફિલ્મમાં લીડ એક્ટ્રેસ તરીકે જોવા મળશે.
રણવીર સિંહ 39 વર્ષનો છે અને સારા માત્ર 19 વર્ષની છે. ઉંમરના આધારે રણવીર સિંહ અને સારા અર્જુનની જોડીને કેટલાક ફેન્સ મિસ-મેચ ગણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રણવીર સિંહની પહેલી ફિલ્મ બેન્ડ બાજા બારાત રિલીઝ થઈ ત્યારે સારાની ઉંમર માત્ર 5 વર્ષની હતી.
Read Also Naga Chaitanya and Sobhita Dhulipala Are Engaged: Nagarjuna Shares Their First Photo