ચીને ભારત વિરૂદ્ધ રચેલ ષડયંત્ર નિષ્ફળ, મ્યાનમાર દ્વારા ભારતને ઘેરવાની ચીની ચાલ અવળી પડી
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે મ્યાનમાર દેશની મદદથી ભારતને ઘેરવાની વ્યૂહ રચના બનાવી હતી. આ વ્યૂહ રચના કમ ષડયંત્ર પાછળ ચીને લાખો ડોલર્સ હોમી દીધા હતા. જો કે ચીન માટે સાપે છછુંદર ગળ્યા જેવી સ્થિતિ થઈ છે. વાંચો વિગતવાર…
ભારત સાથે છાની દુશ્મનીમાં માહેર ચીનને ભયંકર આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ચીન સામી છાતીએ યુદ્ધ કરવાને બદલે ભારતના પ્રદેશો છુપી રીતે પડાવી લેવા માટે સરહદે ગામ વસાવા, રસ્તા બનાવવા, સૈન્ય થાણા સ્થાપવા વગેરે જેવી હરકતો કરતું રહે છે.
છેલ્લા ૩ વર્ષથી ચીન મ્યાનમાર દ્વારા ભારતને ઘેરવા માટે ષડયંત્ર કરી રહ્યું હતું. મ્યાનમારની સરકારને પાડી દેવા સૈન્યને છુપી મદદ કરી રહ્યું હતું. આ ષડયંત્રને પરિણામે મ્યાનમારમાં ગૃહયુદ્ધ વકરી ગયું. સરકાર પડી ગઈ અને સૈન્યએ સત્તા આંચકી લીધી. જો કે આ ષડયંત્રમાં ચીનના લાખો ડોલર્સ હોમાઈ ગયા છે.
હવે બન્યુ છે એવું કે ચીને મ્યાનમારના ઉપયોગથી ભારતને ઘેરવું છે પરંતુ મ્યાનમારમાં સ્થિતિ સામાન્ય નથી રહી. નાગરિકો, અલગાવવાદીઓ અને સેના વચ્ચે સતત સંઘર્ષ ચાલી રહ્યો છે. ચીને રોકેલા નાણાં પરત મેળવી શકાય તેવી હાલ કોઈ શક્યતા નથી અને મ્યાનમારનો ઉપયોગ કરીને ભારતને ઘેરી પણ શકાતું નથી. આમ ચીન માટે સાપે છછુંદર ગળ્યા જેવી સ્થિતિ થઈ છે.