ચીને તેના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ CPECની સુરક્ષા મુદ્દે ઈસ્લામાબાદ પર સતત દબાણ કર્યુ છે. જિનપિંગે પાકિસ્તાન સાથે આતંકવાદ વિરોધી સહયોગ અંગેના કરાર પર હસ્તાક્ષર કરવાની પણ માંગ કરી છે. ચીને પાકિસ્તાનમાં કામ કરતા પોતાના નાગરિકોની સુરક્ષા માટે સંયુક્ત કંપની બનાવવાનો પ્રસ્તાવ પણ મૂક્યો છે.
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો ઠપકો સાંભળ્યા બાદ પાકિસ્તાન સરકારે બેઈજિંગના પ્રોજેક્ટ(CPEC)ને બચાવવા માટે તિજોરી ખોલી દીધી છે. પાકિસ્તાનની શહેબાઝ શરીફ સરકારે સશસ્ત્ર દળો માટે પાકિસ્તાની રૂપિયા ૪૫ અબજના વધારાના બજેટને મંજૂરી આપી છે.
આ વધારાના બજેટ ફાળવણીનો મુખ્ય ઉદ્દેશ્ય પાકિસ્તાનમાં ચીનના મહત્વકાંક્ષી ચાઈના પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર(CPEC)ને સુરક્ષિત કરવાનો છે. ૪૫ અબજ રૂપિયામાંથી ૩૫.૪ અબજ રૂપિયા સેનાને અને ૯.૫ અબજ રૂપિયા પાકિસ્તાન નેવીને આપવામાં આવશે.
પાકિસ્તાની અખબાર ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, પાકિસ્તાનના નાણા મંત્રાલયે ૪૫ અબજ રૂપિયાના વધારાના બજેટને મંજૂરી આપી છે. જૂનમાં બજેટને મંજૂરી મળ્યા બાદ સશસ્ત્ર દળો માટે મંજૂર કરાયેલી આ બીજી મોટી ગ્રાન્ટ છે. અગાઉ, ઇકોનોમિક કોઓર્ડિનેશન કમિટી (ECC) એ ઓપરેશન આઝમ-એ-ઇસ્તેહકામ માટે ૬૦ અબજ રૂપિયા આપ્યા હતા.
Read Also Iran Israel Crisis: Iran Responds to Missile Strikes on Israel