ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ પ્રશાંત મહાસાગરમાં ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલનું સફળ પરિક્ષણ કરતા સમગ્ર વિશ્વ ચોંકી ગયું છે. ચીનની આ ICBM મિસાઈલની પહોંચ અમેરિકા સુધીની છે.
ચીને અમેરિકાના સુધી પહોંચી શકે તેવી ICBM મિસાઈલ પરિક્ષણ કરતા સમગ્ર વિશ્વ ચોંકી ગયું છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ પ્રશાંત મહાસાગરમાં ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ ICBMને સફળતાપૂર્વક લોન્ચ કરી છે.
ચીનનું કહેવું છે કે આ પ્રક્ષેપણ કોઈ દેશ કે લક્ષ્ય તરફ લૉન્ચ કરવામાં આવ્યું નથી. ચીનના મતે મિસાઈલનું લોન્ચિંગ આંતરરાષ્ટ્રીય કાયદાઓ અનુસાર છે. ચીને મિસાઈલની શક્તિ, રેન્જ કે તેના લોન્ચિંગના સ્થળ અંગે કોઈ માહિતી આપી નથી.
અહી પણ જોવો : chinas-missile-launch-raises-concerns-in-the-us
ચીનના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ચીની સૈન્ય રોકેટ ફોર્સે 25 સપ્ટેમ્બરના રોજ સવારે 08:44 કલાકે પેસિફિક મહાસાગરમાં ડમી વોરહેડ લઈને ICBM લોન્ચ કર્યું હતું. મિસાઈલ એ જ દરિયાઈ વિસ્તારમાં પડી જ્યાં તેની અપેક્ષા હતી. આ પ્રક્ષેપણ અમારી વાર્ષિક તાલીમ યોજનાનો એક ભાગ છે. આ પ્રક્ષેપણ આંતરરાષ્ટ્રીય કાયદા અને આંતરરાષ્ટ્રીય પ્રથાને અનુરૂપ છે.