આજે ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પંચદેવ મંદિરે દેવદર્શન કરીને નવા વર્ષની શરૂઆત કરી છે. આ પ્રથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યપ્રધાન હતા ત્યારથી ચાલી આવે છે. આ પ્રથાને વર્તમાન મુખ્યપ્રધાને પણ જાળવી રાખી છે. ભુપેન્દ્ર પટેલે સૌ કોઈને નૂતન વર્ષા અભિનંદન પાઠવ્યા છે.
આજે નવા વર્ષના પ્રથમ દિવસે મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ પંચદેવ મંદિરથી દર્શન કરીને નવા વર્ષનો પ્રારંભ કર્યો હતો. મંદિરમાં મુખ્યપ્રધાને વિશેષ પૂજા-અર્ચનામાં ભાગ લીધો હતો. તેમણે મીડિયા સાથે વાતચીત પણ કરી હતી.
ગાંધીનગરમાં નૂતન વર્ષાભિનંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યપ્રધાન ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો, કાર્યકરો, ગુજરાત સરકારના વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ભુપેન્દ્ર પટેલે સૌ કોઈને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.
ગુજરાતના મુખ્યપ્રધાનની જેમ દેશના વડાપ્રધાને સમગ્ર દેશવાસીઓને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સી. આર. પાટીલ, રાજનાથ સિંહ વગેરેએ પણ સૌ નાગરિકોને નૂતનવર્ષાભિનંદ પાઠવ્યા હતા.
Read Also ગુજરાતના ૪૧ સાંકડા પુલોને પહોળા કરવામાં આવશે, કુલ ૨૦ માર્ગો પર હળવો થશે ટ્રાફિક