Justnownews

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  ગરીબ કલ્યાણ મેળાની ૧૪મી કડીનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો

રાજ્યના ગરીબ વર્ગો તેમજ દૂરદરાજના અંતરીયાળ વિસ્તારના વંચિતોને વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ હાથોહાથ સરળતાએ પહોંચાડવામાં આ ગરીબ કલ્યાણ મેળા સફળ માધ્યમ બન્યા છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને દિશા-દર્શનમાં ગુજરાતમાં દરિદ્રનારાયણની સેવાના યજ્ઞ રૂપે ૨૦૦૯-૧૦થી શરૂ થયેલી ગરીબ કલ્યાણ મેળાની ૧૪મી કડીનો રાજ્યવ્યાપી પ્રારંભ મુખ્યમંત્રીશ્રીએ બનાસકાંઠાના ડિસાથી કરાવ્યો હતો.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ પણે જણાવ્યુ કે, ગરીબ કલ્યાણ મેળાએ ગરીબોને મળવાપાત્ર સહાય, લાભ આપીને તેમના સશક્તીકરણનું જન અભિયાન બની ગયા છે.

મુખ્યમંત્રીએ ડિસા ખાતેના ગરીબ કલ્યાણ મેળામાં એક જ દિવસમાં એક જ સ્થળેથી ૧૧ હજાર ઉપરાંત ગરીબ લાભાર્થીઓને રૂ. ૪૫ કરોડના સહાય લાભોનું વિતરણ કર્યુ હતું. રાજ્યના ૩૩ જિલ્લાઓમાં પણ મંત્રીઓની ઉપસ્થિતીમાં શરૂ થયેલી ગરીબ કલ્યાણ મેળાની આ ૧૪મી શૃખંલામાં સમગ્રતયા ૧ લાખ ૭૩૪ લાભાર્થીઓને કુલ ૩૧૮ કરોડથી વધુની સહાયનો લાભ આપવામાં આવ્યો હતો.

આ ૧૪માં તબક્કામાં યોજાનારા ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા અંદાજે ૧૨ લાખથી વધુ ગરીબોને રૂ. ૪૫૬૮ કરોડના લાભ અપાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે કહ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસન સેવા દાયિત્વમાં દેશમાં ગરીબ ક્લ્યાણનો નવો અધ્યાય શરૂ થયો છે. ગરીબોનું આર્થિક-સામાજિક સશક્તીકરણ કેવી રીતે થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ તેમણે દેશ અને દુનિયાને પૂરુ પાડ્યુ છે.

Read Also Arvind Kejriwal’s Big Statement: ‘Don’t Worry, I Am Back and…

Exit mobile version