કેનેડાના મુખ્ય વિપક્ષના નેતાએ દિવાળી સેલિબ્રેશનમાં જવા કર્યો ઈન્કાર, ભારત સાથેનો તણાવ પહોંચ્યો ચરમસીમાએ
કેનેડાએ નિજ્જર હત્યાકાંડમાં ભારત પર આરોપ મૂક્યા બાદ બંને દેશો વચ્ચેના સંબંધો તંગ છે. તાજેતરના સમયમાં ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો સર્વકાલીન નીચલા સ્તરે પહોંચી ગયા છે. ભારતે કેનેડામાંથી પોતાના રાજદૂતને પરત બોલાવ્યા છે. હવે કેનેડાના મુખ્ય વિપક્ષના નેતાએ દિવાળી સેલિબ્રેશનમાં જવા ઈન્કાર કરતા આખો કાર્યક્રમ રદ કરવાની નોબત આવી છે.
કેનેડાના વિપક્ષી નેતા પિયર પોઈલીવરે પાર્લામેન્ટ હિલ ખાતે યોજાનાર દિવાળીની ઉજવણીમાં જવા ઈન્કાર કર્યો છે. કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પોલીવરે દિવાળી અગાઉ કાર્યક્રમમાં હાજરી ન આપવાનો નિર્ણય લીધો છે. ઇવેન્ટના આયોજકો આનાથી નિરાશ થયા છે અને આ નિર્ણય માટે કેનેડિયન નેતાની આકરી ટીકા કરી છે. પિયર દ્વારા આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી વિવાદને કારણે બંને દેશો વચ્ચેના સંબંધો તણાવમાં છે.
ઈવેન્ટ ઓર્ગેનાઈઝર્સ, ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા કેનેડા (OFIC), ને દિવાળીની ઉજવણી રદ કરવા માટે કોઈ સ્પષ્ટતા પ્રાપ્ત થઈ નથી, ઇન્ડિયા ટુડે અહેવાલ આપ્યો છે. બુધવારે 30 ઓક્ટોબરના રોજ કન્ઝર્વેટિવ સાંસદ ટોડ ડોહર્ટી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે આ કાર્યક્રમ નહીં થાય.
OFIC પ્રમુખ શિવ ભાસ્કરે આ નિર્ણય પર નિરાશા વ્યક્ત કરીને પિયર પોઈલીવરેને પત્ર લખ્યો છે. પિયર પોઈલીવરેને લખેલા પત્રમાં ભાસ્કરે જણાવ્યું હતું કે અગાઉના વર્ષોમાં આ કાર્યક્રમમાં સામેલ અનેક રાજકીય હસ્તીઓએ નિમંત્રણ ઠુકરાવ્યું છે. આનાથી ભારતીય સમુદાયને દગા અને એકલતાની લાગણી અનુભવાઈ રહી છે. તેણે આ ઘટનાને કેનેડામાં જાતિવાદ અને ભેદભાવની શરૂઆત ગણાવી છે.
Read Also Sunita Williams to Return from Space: Crew-9 Team Reaches Space Station